Amarnath Yatra 2024: 29 જૂનથી શરૂ થશે અમરનાથની પાવન યાત્રા, આ વર્ષે માત્ર 45 દિવસ જ થશે બાબા બર્ફાનીના દર્શન

Amarnath Yatra 2024: બાબા બર્ફાનીના ભક્તો માટે મોટી ખુશખબરી છે. અમરનાથની યાત્રાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. આ વર્ષે અમરનાથ યાત્રાની શરૂઆત 19 જૂનથી થવા જઈ રહી છે. માત્ર 45 દિવસ સુધી જ બાબા બર્ફાની તેમના ભક્તોને આ વર્ષે દર્શન આપશે. 19 ઓગસ્ટના રોજ બાબા બર્ફાનીના દર્શનનો છેલ્લો દિવસ રહેશે. ચૂંટણીને પગલે આ વર્ષે અમરનાથની યાત્રાનો સમય ઘટાડીને માત્ર દોઢ મહિનાનો કરી દેવાયો છે. યાત્રાનું રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થશે. ચાલો જાણીએ બાબા અમરનાથ અને તેમની યાત્રાના રુટ વિશે.

શું છે અમરનાથના શિવલીંગની ખાસિયત
બાબા અમરનાથની ગુફા સમુદ્ર તળથી 3800 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અમરનાથનું આ શિવલિંગ સ્વયંભૂ છે. એવી માન્યતા છે કે શિવલિંગનો આકાર ચંદ્રના પ્રકાશ અને આકાર સાથે બદલાતો રહે છે. અમરનાથનું સ્વયંભૂ શિવલિંગ ઠોસ બરફથી નિર્માણ પામે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે શિવલિંગની આસપાસનો બરફ કુમળા કણોમાં હોય છે. ફક્ત બાબા બર્ફાનીનું શિવલિંગ જ ઠોસ બરફથી નિર્માણ પામે છે. દર વર્ષે બાબા બર્ફાનીના દર્શન કરવા દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. અમરનાથની યાત્રા માટે વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવે છે. યાત્રાના ટ્રેકમાં ઠેર ઠેર મેડિકલ કેમ્પ લગાવવામાં આવે છે. ઉપરાંત સુરક્ષાના પગલાં પણ ભરવામાં આવે છે.

અમરનાથ યાત્રાનો રુટ
બાબા બર્ફાનીની યાત્રા માટે મુખ્ય બે રસ્તાઓ છે. પહેલો પહલગામથી પસાર થાય છે. જ્યારે બીજો સોનમર્ગથી પસાર થાય છે. શ્રદ્ધાળુઓને આ આખો રસ્તો પગપાળા જ પસાર કરવો પડે છે. પહલગામથી અમરનાથની યાત્રાનો રસ્તો 28 કિમી લાંબો છે. જ્યારે સોનમર્ગથી પસાર થતો રસ્તો ફક્ત 14 કિમી જ લાંબો છે. પરંતુ આ રસ્તો પહલગામના રસ્તાની તુલનામાં વધુ મુશ્કેલ છે.

આ પણ વાંચો: આ મંદિરમાં આવેલો છે ‘નરકનો દરવાજો’, વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો કે કેમ તેમાં પગ મુકતાની સાથે જ થાય છે મોત?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top