Holi 2024: હોળીના અવસરે અજમાવો આ ઉપાય, ભાગ્યના દરવાજા ખૂલી જશે

આજે હોળી છે. દરેકે દરેક વ્યક્તિએ હોલીકા દહન સમયે દર્શન કરવા અને પૂજા કરવા જવું જોઈએ.
હોળીનાં દર્શન કરીને તેમાં ચોક્કસ પદાર્થની આહુતિ આપવામાં આવે છે. આ એક ધાર્મિક પરંપરા સાથે સાથે વૈજ્ઞાનિક અને આરોગ્ય બાબતે પણ મહત્વનું છે. શિયાળાની કડકડતી ઠંડી પુરી થઈ નથી અને ધોમધખતો તાપ એટલે કે ગરમી શરૂ થઈ જાય છે. આ સમય આરોગ્ય માટે ખૂબ ખરાબ ગણાય છે. બે ઋતુનો સંક્રાંતિ કાળ કહેવાય. આ સમય દરમિયાન વાતાવરણમાં અનેક રોગોના વિષાણુ હોય છે અને તે મનુષ્ય જાતિ માટે બીમારી ફેલાવવા સક્ષમ હોય છે. હવે આના ઉપાય માટે વાતાવરણ શુદ્ધ થવું જોઈએ.

હોળીમાં આપણે જે આહુતિ આપીએ છીએ તેનાથી રોગના જંતુઓ નાશ પામે છે અને વાતાવરણ શુદ્ધ થાય છે. હોળીમાં જેમ બને તેમ વધુમાં વધુ આંબાના લાકડાં વાપરવાં હિતાવહ છે કારણ કે બીજા બધા લાકડાં કરતાં આંબાના લાકડામાં વાતાવરણ શુદ્ધ કરવાની ક્ષમતા દશથી વીસ ગણી વધારે હોય છે. હું તો એ પણ કહીશ કે ભલે ગામમાં હોલીકા દહન થાય પરંતુ ગામમાં તમામ ઘરે ઓછામાં ઓછાં બે થી પાંચ કિલો જેટલાં આંબાનાં લાકડાં સળગાવવાં જોઈએ જેથી આપણા શેરી મહોલ્લાનાં જંતુઓ પણ નાશ પામે. આ સાથે આ અગ્નિમાં દેશી ગાયનું ઘી, કપૂર, ખજૂર, ઈલાયચી,ધાણી, ચોખા,ગૂગળ અને કપૂર કાચલીની આહુતિ આપવી. આ બધા જ પદાર્થો રોગના જંતુઓને નાશ કરે છે.

હોળીમાં આ વસ્તુઓ અર્પણ કરવી

5 આરતી કપૂરની ગોટી
5 ખજુરની કળી
5 ઈલાયચી
5 લવિંગ
એક મુઠ્ઠી ધાણી
એક મુઠ્ઠી ચણાના દાળિયા
50 ગ્રામ ગાયનું ઘી
25 ગ્રામ કપૂર કાચલી
આ રીતે આટલી વસ્તુઓની આહુતિ આપવી. આમ કરવાથી વાતાવરણમાં રહેલા રોગના જંતુઓ નાશ પામે છે. આ થઈ બધા માટેની વાત. પરંતુ શાસ્ત્રો મુજબ દરેક રાશિ વાળા વ્યક્તિએ ઉપર જણાવેલ આહુતિ સાથે વિશેષ આહુતિ આપવી જોઈએ. આ આહુતિ આપવાથી વ્યક્તિની સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી રહે છે.

રાશિ પ્રમાણે હોળીમાં શેની આહુતિ આપવી ચાલો જાણીએ

મેષ : ગોળ અને લાલ ચંદનનું લાકડું
વૃષભ : મિશ્રીત અને નારિયેળની કાચલી
મિથુન : કપૂર અને ઈલાયચી
કર્ક : ચોખા અથવા સફેદ તલ
સિંહ : ગોળ અને ગૂગળ
કન્યા : પાન અને લીલી ઈલાયચી
તુલા :- કપૂર
વૃશ્ચિક :- ગોળ અને લાલ ચંદનનું લાકડું
ધન :- હળદરનો ગાંઠીયો અને નારિયેળની કાચલી
મકર :- કાળા તલ અને લવિંગ
કુંભ :- કાળા સરસવ (રાઈ) અને લવિંગ સાથે ગૂગળ
મીન :- પીળા સરસવ અને ગોળ.

જો શક્ય હોય તો દરેકે ઓછામાં ઓછું એક પણ ગાયના છાણમાંથી બનાવેલ જાણું હોળીમાં અર્પણ કરવું.
આંબાના લાકડાં અને ગાયના છાણમાંથી બનેલ છાણાંમા રોગના જંતુઓને નાશ કરવાની ક્ષમતા ખૂબ જ છે.

આ પણ વાંચો: Amarnath Yatra 2024: 29 જૂનથી શરૂ થશે અમરનાથની પાવન યાત્રા, આ વર્ષે માત્ર 45 દિવસ જ થશે બાબા બર્ફાનીના દર્શન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top