HOLIKA DAHAN 2024 TIMING: હોળીના દિવસે રહેશે ભદ્રની અશુભ છાયા, જાણો હોલિકા દહનનું મુહૂર્ત

હોલિકા દહન હંમેશા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. આ વર્ષે હોળી 24 માર્ચ રવિવારે ઉજવવામાં આવશે. આ વર્ષે સમગ્ર દિવસ દરમિયાન ભદ્ર નક્ષત્રની અશુભ છાયા રહેશે. જેથી હોળી દહન કયા સમયે કરવું અને 12 રાશિના જાતકોને કયા રંગથી હોળી રમવાથી લાભ થશે તે જાણીએ.

હોળીનું શુભ મુહૂર્ત:

આ વર્ષે હોળી-ધૂળેટી 24 અને 25 માર્ચે ઉજવવામાં આવશે. પરંતુ 24 માર્ચે સવારે 9 વગીને 24 મિનિટે ભદ્રા નક્ષત્રની અશુભ છાયાની શરૂઆત થશે જે રાત્રે 10 વાગીને 27 મિનિટ સુધી રહેશે. જેથી રાત્રે 10 વાગીને 27 મિનિટ પછી જ હોળી દહન કરી શકાશે. ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને ધૂળેટીમાં કયા રંગથી રમવાથી લાભ મળશે.

કયા રંગથી રમવાથી 12 રાશિના જાતકોને થશે લાભ?

જ્યોતિષ જાણકારોના અનુસાર ધૂળેટીના દિવસે બપોર સુધી જ રંગથી રમવું જોઈએ અને ત્યારબાદ સ્નાન કરીને નવા વસ્ત્રો ધારણ કરીને ઘરમાં દેવી દેવતાઓ અને પિતૃઓને અબીલ ગુલાલ અર્પણ કરી તેમના આશીર્વાદ લેવા જોઈએ. ચાલો જાણીએ કે કયા રંગથી રમવાથી જાતકોને થશે લાભ.

  1. મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોએ લાલ રંગથી ધૂળેટી રમવી જોઈએ.
  2. વૃષભ અને ધનુ રાશિના જાતકોએ સફેદ અથવા આછા પીળા રંગથી ધૂળેટી રમવી જોઈએ.
  3. મિથુન, કન્યા અને તુલા રાશિના જાતકોએ લીલા રંગથી ધૂળેટીની ઉજવણી કરવી જોઈએ.
  4. કર્ક રાશિના જાતકોએ કેસરી રંગથી ઉજવણી કરવી જોઈએ.
  5. મકર, કુંભ અને મીન રાશિના જાતકોએ વાદળી અથવા ગુલાબી રંગથી ધૂળેટી ઉજવવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો: Amarnath Yatra 2024: 29 જૂનથી શરૂ થશે અમરનાથની પાવન યાત્રા, આ વર્ષે માત્ર 45 દિવસ જ થશે બાબા બર્ફાનીના દર્શન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top