તસવીર પ્રતીકાત્મક

Chandra Grahan 2024: હોળી પર થશે ચંદ્રગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

ગ્રહણનું હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં ઘણું મહત્વ છે. વૈદિક જ્યોતિષ અનુસાર 100 વર્ષો પછી હોળીના દિવસે ચંદ્રગ્રહણ થશે. છેલ્લે વર્ષ 1924માં હોળીના દિવસે ગ્રહણ થયું હતું. દરેક રાશિના જાતકો પર તેના સારા અને ખરાબ પરિણામો પડશે. હોળીના દિવસે લાગતુ આ ગ્રહણ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમારી રાશિ પર ગ્રહણનો કેવો પ્રભાવ પડશે તે જાણવા આખો લેખ વાંચો.

આ વર્ષે ધૂળેટી 25 માર્ચ સોમવારે મનાવવામાં આવશે. જેથી 24 માર્ચે સાંજે હોલિકા દહન કરવામાં આવશે. આ વર્ષની હોળી ખાસ માનવામાં આવી રહી છે. કેમકે હોળીના દિવસે જ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ 25 માર્ચે સવારે 10 વાગીને 30 મિનિટે શરૂ થઈને બપોરે 3 વગીને 02 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગ, સ્પેન, ઇટલી, પોર્ટુગલ, આયર્લેન્ડ જેવા દેશોમાં જોવા મળશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે નહીં. પરંતુ જ્યારે પણ આ પ્રકારની ખગોળીય ઘટનાઓ થાય છે ત્યારે તેની અસર સમગ્ર બ્રહ્નમાંડ પર થતી હોય છે. એટલે જ દરેક રાશિઓ પર પણ આ ગ્રહણનો સારો નરસો પ્રભાવ પડશે.

જ્યોતિષ અશ્વિન પાંડે જણાવે છે કે આ વર્ષે ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ થનારું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં એટલે ગ્રહણનું સૂતક લાગુ ન પડવાથી હોળીનો તહેવાર આનંદ સાથે માણી શકાશે. પરંતુ અમુક રાશિઓ પર આ ગ્રહણનો વિશેષ પ્રભાવ પડશે. મિથુન, કર્ક, સિંહ અને ધન રાશીને આ ગ્રહણ શુભ ફળ આપશે. અન્ય રાશિના જાતકોએ આ ગ્રહણનો શુભ પ્રભાવ મેળવવા માટે ભગવાન વિષ્ણુ અને મહાદેવનો જાપ કરવો પડશે. હોળીના દિવસે થનારા આ ગ્રહણની રાત્રે જપ, તપ, ધ્યાન, ભજન કરીને દરેક વ્યક્તિ તેના જીવનમાં ભાગ્યોદયને આવકારી શકશે.

ચાલો જાણીએ દરેક રાશિઓ પર ગ્રહણથી કેવો પ્રભાવ પડશે:

 1. મેષ
  મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ મિશ્ર ફળદાયી રહેશે. ક્રોધ પર કાબૂ રાખવો. શ્રી હરી વિષ્ણુનો જાપ કરવો.
 2. વૃષભ
  વૃષભ રાશિના જાતકોએ ગ્રહણ દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી અને મહાદેવની આરાધના કરવી.
 3. મિથુન
  મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ શુભ ફળ લઈને આવી રહ્યું છે. માનસિક તણાવ દૂર થશે. અટવાયેલા કર્યો પૂરા થશે. સ્વાસ્થ્ય સારું અને પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. શ્રી હરી વિષ્ણુનો જાપ કરવાથી વધુ મંગલદાયી ફળની પ્રાપ્તિ થશે.
 4. કર્ક
  કર્ક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું અને માનસિક તણાવથી બચવાનો પ્રયાસ કરવો. શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો.
 5. સિંહ
  સિંહ રાશિના લોકો માટે પણ આ ચંદ્રગ્રહણ સારું રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે. લાભ મળશે. વેપારમાં પ્રગતિ થશે. શ્રી હરિ વિષ્ણુનો જાપ કરવાથી ભાગ્યના દ્વાર ખુલશે.
 6. કન્યા
  કન્યા રાશિ માટે આ ગ્રહણ મિશ્ર ફળદાયી રહેશે. વ્યાપાર અને સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર. દૈવી શક્તિની ઉપાસના કરવાથી લાભ થશે.
 7. તુલા
  તુલા રાશિના જાતકોને ગ્રહણ દરમિયાન ભૌતિક વિષયો પર ધ્યાન આપવાની જરૂર. પતિ-પત્નીના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર. પરિવારનું વિશેષ ધ્યાન રાખવું. મહાદેવન બીજ મંત્રનો જાપ કરવો.
 8. વૃશ્ચિક
  વૃશ્ચિક રાશિના જાતકોએ ક્રોધ, ઝઘડા અને જૂઠ બોલવાથી બચવું. અકસ્માતથી બચવા વાહન ધીમે હાંકવું અને પૂરી સાવધાની રાખવી. શિવ અને શક્તિની ઉપાસના કરવી.
 9. ધનુ
  ધણુ રાશિના જાતકોને ગ્રહણનો વિશેષ લાભ મળશે. પરિવારમાં શાંતિ બની રહેશે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થશે. ગુરુ બૃહસ્પતિનું ધ્યાન કરવાથી વિશેષ લાભ થશે.
 10. મકર
  મકર રાશિના જાતકો માટે આ ગ્રહણ શુભ રહેશે. માનસિક તનવથી મુક્તિ મળશે. ઘર પરિવારમાં શાંતિ રહેશે. જૂઠ, લાલચ, ઇર્ષામાં ન પડવું. મહાદેવનું ધ્યાન કરવું.
 11. કુંભ
  કુંભ રાશિના જાતકો ગ્રહણ દરમિયાન ખોટ કર્યો કરવાથી બચે. કોઈનું અપમાન ન કરવું. શ્રી ગણેશ અને વિષ્ણુનો જપ કરવો. ગ્રહણ મિશ્ર ફળદાયી રહેશે.
 12. મીન
  મીન રાશિના લોકોને આ ગ્રહણ મિશ્ર ફળ આપશે. માનસિક શાંતિ મળશે. ઘરમાં કલેશનું વાતાવરણ ઉદ્ભવી શકે છે. ગુસ્સો કરવાથી બચવું. મહાદેવનું ધ્યાન કરવું. હોળીના વિશેષ ઉપાય જાણો.

હોળીનો વિશેષ ઉપાય:
હોલિકા દહન વખતે હળદર, ચણાનો લોટ અને કેસર મિશ્રિત ઉબટન પરિવારના દરેક સભ્યોને લગાવવું. હોલિકા દહનમાં કપૂર સમર્પિત કરવાથી પરિવારની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે.

આ પણ વાંચો: ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધિત આ ઉપાય કરવાથી ખુલી જશે તમારું ભાગ્ય અને મળશે કરિયરમાં અપાર પ્રગતિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top