સતત બદલાતા બજાર વચ્ચે મ્યુ.ફંડોમાં રોકાણનો વધતો ક્રેઝ

અમદાવાદ : ભારતીય શેરબજારમાં તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોનો ક્રેઝ અકબંધ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે એસઆઈપી તો રેકોર્ડ સ્તરે પહોંચી જ રહી છે પરંતુ હવે લમસમ એટલેકે એકસાથે કરવામાં આવતું રોકાણ પણ નવા શિખરસર કરી રહ્યું છે. ફેબુ્રઆરી ૨૦૨૪ સુધી રૂ. ૪૬,૨૦૦ કરોડનું લમસમ રોકાણ થયું છે. જે અગાઉના છ મહિનામાં પ્રાપ્ત થયેલા રોકાણ કરતાં લગભગ ત્રણ ગણું છે. ફેબુ્રઆરીના જ એક મહિનામાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રોકાણ દ્વારા રૂ. ૧૧,૫૦૦ કરોડનું બમ્પર ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. રોકાણનો આ આંકડો માર્ચ ૨૦૨૨ પછીનો સૌથી મોટો આંકડો છે તેમ એમ્ફીના ડેટામાંથી જાણવા મળ્યું છે.

આજકાલના રોકાણકારો હવે ઈક્વિટી માર્કેટની સાથે-સાથે વ્યવસ્થિતિ મેનેજ્ડ ઈન્વેસ્ટમેન્ટ માટે અને ઓછા રિસ્ક સાથે રોકાણ કરવા ઈચ્છુક ઈન્વેસ્ટર્સ બજારની વધઘટનો ખાસ કરીને ઉપયોગ કરતા થયા છે. બજારમાં દરેક મોટા ઘટાડે પૈસા ઠાલવી રહ્યાં છે. તાજેતરના મહિનાઓમાં ઈક્વિટી બજાર અસ્થિર બન્યું છે અને લાર્જકેપ ઇન્ડેક્સો કોન્સોલિડેશન મોડમાં છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ નાના શેરોમાં આવેલ તેજી અંગે ચેતવણી આપીને વેલ્યુએશન પર સવાલ કરતા મિડકેપ-સ્મોલકેપમાં ભારે ખાનાખરાબી જોવા મળી હતી. ૧૨ ફેબુ્રઆરીના એક જ સત્રમાં ઇન્ડેક્સ ૪ ટકાથી વધુ ઘટયો હતો.

જોકે લમસમની સાથે-સાથે એસઆઈપી દ્વારા નેટ રોકાણ પ્રમાણમાં સુસ્ત રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૩થી ફેબુ્રઆરી ૨૦૨૪ વચ્ચે એસઆઈપી રોકાણ રૂ. ૩૮,૨૧૦ કરોડ હતું, જે માર્ચ ૨૦૨૩થી ઓગસ્ટ ૨૦૨૩ના સમયગાળા કરતાં ૨૨ ટકા વધુ છે. એકસાથે થતા રોકાણ એટલેકે લમસમ રોકાણમાં વધારો થવાથી ફેબુ્રઆરી દરમિયાન ઇક્વિટી સ્કીમોમાં ચોખ્ખો નાણાપ્રવાહ રૂ. ૨૬,૮૬૦ કરોડ થયો, જે માર્ચ, ૨૦૨૨ પછીનો સૌથી મોટો આંકડો છે. ૧૧,૫૦૦ કરોડ લમસમ રોકાણ તરીકે પ્રાપ્ત થયા અને બાકીની રકમમાં એસઆઈપીનો રૂ. ૬૪૭૦ કરોડ અને એનએફઓનો રૂ. ૧૧,૪૭૦ કરોડનો ફાળો હતો.

આ સમાચાર પણ વાંચો: આ મની લોન્ડરિંગ શું છે? જેના કારણે અરવિંદ કેજરીવાલને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top