આ મની લોન્ડરિંગ શું છે? જેના કારણે અરવિંદ કેજરીવાલને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ તેમના પર મની લોન્ડરિંગ નો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે, તેમણે એક્સાઈઝ પોલિસી બનાવતી વખતે ઠેકેદારોને ખોટી રીતે લાભ પહોંચાડ્યો છે. કેજરીવાલ પહેલા તેમની સરકારના 2 અન્ય લોકો મનીષ સીસોદિયા અને સત્યેન્દ્ર જૈનની પણ મની લોન્ડરિંગ ના કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આવો જાણીએ કે આખરે મની લોન્ડરિંગ એટલે શું?

મની લોન્ડરિંગ એટલે રૂપિયાની સફાઈ. આ શબ્દ યૂએસ તરફથી મળ્યો છે. કહેવામાં આવે છે કે, અહીંના માફિયાઓ ખોટા માધ્યમથી કમાયેલા રૂપિયાને અનેક રીતે કાયદાકીય નાણાંમાં ફેરવતા હતા. અહીંથી મની લોન્ડરિંગ શબ્દ આવ્યો. કાળા નાણાંને સફેદ કરવા માટે તેનો સહારો લેવામાં આવે છે. માફિયાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી આ રીતે આજે બિઝનેસમેન, નેતાઓ અને અમલદારો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. જે વ્યક્તિ ધનની હેરાફેરી કરે છે, તેને લોન્ડરર કહેવામાં આવે છે. આ કારનામાને ઘણી રીતેથી અંજામ આપવામાં આવ્યો છે. અંતમાં કાળા નાણાં સફેદ થઈને સામાન્ય ઘટીને ફરીથી તેના મૂળ માલિક પાસે પરત આવી જાય છે. તમે તે જાણી ગયા હશો કે, મની લોન્ડરિંગ કાળા નાણાંને સફેદ કે લીગલ કરવાની પ્રક્રિયા છે. પરંતુ તે કેવી રીતે કરવામાં આવે છે? એવી ઘણી રીતો છે, જેના માધ્યમથી બ્લેક મનીને વ્હાઈટ કરવામાં આવે છે.

પ્રોપર્ટીમાં રોકાણ- ઘણીવાર એવું સાંભળવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા એક વ્યક્તિને સસ્તામાં જમીન પ્રદાન કરવામાં આવી હતી. તેના પર ઘણા સવાલ ઊભા થાય છે, કે આવું કેમ કરવામાં આવ્યું. વાસ્તવમાં મની લોન્ડરિંગ પણ આવી રીતે જ કરવામાં આવે છે. જ્યા મોંઘી જમીન, ઘર, દુકાના દસ્તાવેજોને સસ્તા ભાવે ખરીદવામાં આવે છે, જેથી તેના પર ટેક્સ ઓછો આપવો પડે.

ખોટી કંપનીઓ– તમે શેલ કંપનીઓ વિશે સાંભળ્યું જ હશે. જો નહીં, તો અમે તમને જણાવીએ છીએ. આ નકલી કંપનીઓ છે. આમાં કોઈ મૂડી સામેલ નથી. અહીં કોઈ કામ થઈ રહ્યું નથી. હકીકતમાં, ઘણી વખત જમીન પર કોઈ માળખું પણ હોતું નથી. માત્ર કાગળ પર એક એવી કંપની છે જેના દ્વારા કાળા નાણાના મૂળ માલિકને પૈસા મળી રહ્યા છે. આ મની લોન્ડરિંગની સૌથી લોકપ્રિય પદ્ધતિઓમાંની એક છે.

બેંકમાં જમા કરવા- ઘણીવાર મની લોન્ડરર એવું પણ કરે છે કે, તે રૂપિયા ઉઠાવીને એવા દેશની બેંકમાં જમા કરી દે છે, જ્યાં દેશની સરકારીને કોઈ તપાસ કરવાનો અધિકાર ન હોય. આ જગ્યાને સેફ હિવન કહેવામાં આવે છે. થોડા સમય પહેલા પનામા એટલા માટે ચર્ચામાં આવ્યું કારણ કે ત્યાંની બેંકોમાં મોટી હસ્તીઓનું કાળું નાણું હોવાના સમાચાર સામે આવ્યા હતા. સ્વિસ બેંક આ મામલે સૌથી લોકપ્રિય બેંક છે.

આ સમાચાર પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓ આટલી કાળજી રાખે, પેપ્સીના પૂર્વ CEO ઈન્દિરા નૂઈએ વિડિયો શેર કર્યો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top