મહારાષ્ટ્ર: નાગપુરમાં ઠંડી ઓછી પડવાથી નારંગીની ખેતીને ભારે નુકસાન, અન્નદાતાની કફોડી સ્થિતિ

નાગપુર, મહારાષ્ટ્ર: આ વર્ષે શિયાળામાં સામાન્યથી ઓછું તાપમાન અને કમોસમી વરસાદના લીધે નાગપુરમાં નારંગીની ખેતીને નુકસાન થયુ છે. નારંગીની ખેતી કરતાં ખેડૂતોનું કહેવું છે કે ઓછું ઉત્પાદન અને ઓછું સપ્લાય હોવા છતાં નારંગીના પાકની યોગ્ય કિંમત નથી મળી રહી. નારંગીની ખેતી સાથે સંકળાયેલા શ્રમિક શ્યામાલાલ ભાવરેએ જણાવ્યું કે, ‘આ વર્ષે નારંગીની ખેતી ખૂબ જ સાધારણ થઈ છે. આ વર્ષે પાક આવ્યો નથી. નાના ફળ જ આવ્યા છે. આ વર્ષે પાક ઓછો થયો છે એટલે આવક પણ ઓછી જ છે.’

નારંગીના પાકને ભારે નુકસાન

નાગપુરમાં નારંગીની ખેતી ઓકટોબરથી માર્ચ મહિના સુધી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે શિયાળામાં તાપમાનમાં સામાન્ય કરતાં વધુ ઘટાડો અને કમોસમી વરસાદના લીધે નારંગીના પાકને ભારે નુકસાન થયું છે. નારંગીના પાકની વાવણી વર્ષમાં બે વાર કરવામાં આવે છે. જેમાં સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં થતાં ફળને નાગપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ‘અંબિયા’ કહેવાય છે. જેનો સ્વાદ પ્રમાણમાં થોડો ખાટો હોય છે.

‘મજૂરીનો ખર્ચ ઉમેરાય છે તો કશું બચતું નથી’

ખેડૂત નારાયણ ભારોત્કાએ કહ્યું કે, ‘નારંગીની ખેતી ભાવના હિસાબથી નથી બરાબર થઈ. યોગ્ય ભાવ નથી મળી રહ્યો. નારંગી આવે છે અને જ્યારે પાકે છે ત્યારે ભાવ ઉતરી જાય છે.’ ખેડૂતોનું એવું પણ કહેવું છે કે મજૂરી વધવાથી તેમને નારંગીના પાકમાં કોઈ નફો નથી મળી રહ્યો. અન્ય એક ખેડૂત વિનિતા તાઈએ જણાવ્યું કે, ‘પાક સારો નથી થયો અને ભાવ પણ નથી મળી રહ્યો. મહેનત જે ઘરમાં કરે છે તેમની ખેતી છે જ્યારે મજૂરીનો ખર્ચ ઉમેરાય છે તો કશું બચતું નથી. પોતાના ખાવા માટે પણ પૂરતું નથી એવી ખેતીની સ્થિતિ છે.’ મહારાષ્ટ્રના નાગપુર, અકોલા, અમરાવતી અને વર્ધા જિલ્લાઓ નારંગીની ખેતી માટે જાણીતા છે. નારંગીની ખેતી અહીંના ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

આ સમાચાર પણ વાંચો : જવલ્લે જ જોવા મળતો કિસ્સો, બે રાજ્યોમાં ડીજીપી બન્યા બે સગા ભાઈ. જાણો કોણ છે IPS વિવેક અને વિકાસ સહાય?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top