એવું તે શું થયું કે ફ્લિપકાર્ટને બે વર્ષમાં જ 41,000 કરોડનું નુકસાન થયું… શું આ કારણ છે જવાબદાર?

અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના વેલ્યુએશનમાં મોટો ઘટાડો થયો છે. બે વર્ષમાં કંપનીના માર્કેટ વેલ્યુએશનમાં પાંચ બિલીયન ડોલર એટલે કે લગભગ રૂ. 41,000 કરોડનો ઘટાડો થયો છે. ફ્લિપકાર્ટની પેરેન્ટ કંપની વોલમાર્ટ દ્વારા કરવામાં આવેલા ઈક્વિટી ટ્રાન્ઝેક્શનમાંથી આ માહિતી સામે આવી છે.

વેલ્યુએશન 40 થી ઘટીને 35 બિલીયન ડોલર રહી ગયું

બિઝનેસ ટુડેમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, બે વર્ષમાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના વેલ્યુએશનમાં 41,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બે વર્ષ પહેલા, 31 જાન્યુઆરી, 2022 ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષમાં તેનું વેલ્યુએશન 40 બિલીયન ડોલર હતું જે 31 જાન્યુઆરી, 2024 ના રોજ ઘટીને 35 બિલીયન ડોલર રહી ગયું છે. નોંધનીય છે કે વોલમાર્ટે વર્ષ 2022માં તેનો 8 ટકા હિસ્સો લગભગ 3.2 બિલીયન ડોલરમાં વેચ્યો હતો. પરંતુ નાણાકીય વર્ષ 2023-24માં, કંપનીએ ફરી એકવાર ફ્લિપકાર્ટમાં રોકાણ કર્યું અને તેની હિસ્સેદારી વધારી છે.

વોલમાર્ટે તેનો હિસ્સો વધાર્યો

અહેવાલો અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં વોલમાર્ટે 3.5 બિલીયન ડોલરનું રોકાણ કરીને ફ્લિપકાર્ટમાં તેની હિસ્સેદારી 10 ટકા વધારીને લગભગ 85 ટકા કરી દીધી હતી. અગાઉ, કંપની પાસે લગભગ 75 ટકા હિસ્સો હતો, જ્યારે 8 ટકા હિસ્સો વેચતા પહેલા, વોલમાર્ટ પાસે 83 ટકા હિસ્સો હતો. રિપોર્ટ અનુસાર Flipkartને નાણાકીય વર્ષ 2023માં 4,846 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ ગઈ હતી. આ સાથે ઈ-કોમર્સ કંપનીની ચોખ્ખી આવક રૂ. 56,012.8 કરોડ નોંધાઈ હતી. કંપનીના ખર્ચની વાત કરીએ તો ગયા નાણાકીય વર્ષમાં તે રૂ. 60,858 કરોડ હતો.

આ છે ખોટ પાછળનું સૌથી મોટું કારણ!

વોલમાર્ટ દ્વારા ઈક્વિટી સ્ટ્રક્ચરમાં કરવામાં આવેલા ફેરફારોથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લિપકાર્ટના વેલ્યુએશનમાં આ ઘટાડો PhonePeને ફ્લિપકાર્ટથી અલગ કર્યા પછી આવ્યો છે. જો કે, આ સંદર્ભમાં ફ્લિપકાર્ટના પ્રવક્તાએ કહ્યું છે કે આ રીતે બજાર મૂલ્યને જોવું ખોટું છે. અમે વર્ષ 2023 માં PhonePe ને અલગ કરી દીધું હતું. આ કારણે માર્કેટ વેલ્યુમાં ફેરફાર નોંધાયો છે. PhonePe માર્કેટ વેલ્યુ હાલમાં જનરલ એટલાન્ટિક, ટાઈગર ગ્લોબલ, રિબિટ કેપિટલ અને TVS કેપિટલ ફંડ દ્વારા 12 બિલિયન ડોલર હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીનું છેલ્લું વેલ્યુએશન વર્ષ 2021માં કરવામાં આવ્યું હતું. તે સમયે, ફિનટેક ફર્મ PhonePeનું વેલ્યુએશન પણ ઈ-કોમર્સ કંપનીના કુલ વેલ્યુએશનમાં સામેલ હતું.

ફ્લિપકાર્ટના પ્રવક્તાએ કહ્યું છે કે આ રીતે બજાર મૂલ્યને જોવું ખોટું છે. અમે વર્ષ 2023 માં PhonePe ને અલગ કરી દીધું હતું. આ કારણે માર્કેટ વેલ્યુમાં ફેરફાર નોંધાયો છે.

ફ્લિપકાર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનું વેલ્યુએશન છેલ્લે 2021માં અંદાજવામાં આવ્યું હતું અને તે સમયે ફિનટેક ફર્મ PhonePeનું વેલ્યુએશન પણ ઈ-કોમર્સ કંપનીના કુલ મૂલ્યમાં સામેલ હતું. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ફ્લિપકાર્ટના ઓર્ગેનિક વેલ્યુએશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો હાલમાં આકારણી કરવામાં આવે તો ફ્લિપકાર્ટનું વેલ્યુએશન આશરે 38-40 બિલિયન ડોલર હશે. જો કે કંપની દ્વારા 2021 પછી કોઈ વેલ્યુએશન એક્સરસાઇઝ કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : youtuberના પ્રેમમાં પડી ઈરાનની ફૈઝા, 3000 કિમી દૂર આવીને યુપીમાં કરી સગાઈ, હવે કરશે લગ્ન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top