4000 ડોલરનું બ્રેસલેટ કે સેલોટેપ? ફેશન દુનિયાના આ બ્રેસલેટ વિશે જાણીને ચોંકી જશો

Spain: ફેશનની દુનિયા એટલે કઈક ને કઈક અટપટું અને અવનવું કરતાં રહેવાની દુનિયા. જેમાં ન્યૂઝપેપરથી લઈને દૂધની કોથળીના બનેલા ડ્રેસ પણ વાયરલ થઈ જતાં હોય છે. જ્યારે બીજી તરફ મોંઘાદાટ પર્સ અને કપડાંથી લઈને દાગીનાઓની પણ અધધ કિંમત આશ્ચર્યમાં મૂકી દેતી હોય છે. તેવામાં સ્પેનના બેલેન્સીએગા નામના ફેશન હાઉસ દ્વારા બનવાયેલું એક બ્રેસલેટ વાયરલ થયું છે. જેનો લૂક અને કિંમત જાણીને ભલભલા ચોંકી ગયા છે.

આ સેલોટેપનો રોલ નહીં હાથમાં પહેરવાનું બ્રેસલેટ છે

હાલમાં સેલોટેપના રોલ જેવુ દેખાતું બ્રેસલેટ ખૂબ જ વાયરલ થયું છે. પરંતુ હકીકતમાં આ સેલોટેપનો રોલ નહીં પરંતુ હાથમાં પહેરવાનું બ્રેસલેટ છે. આ બ્રેસલેટમાં તેની બ્રાન્ડનો લોગો પણ જોવા મળી રહ્યો છે. લોગો અને બ્રેસલેટની સ્ટાઈલ એવી છે કે કોઈ માનવા તૈયાર જ નથી કે આ એક બ્રેસલેટ છે. લોકો આની મજાક પણ ઉડાવતા કહી રહ્યા છે કે લોકો ફેશનના નામે કઈ પણ પહેરતા થઈ ગયા છે.

અધધ રૂપિયામાં કિંમત છે આ અવનવા બ્રેસલેટની

આ બ્રેસલેટની ડિઝાઇન તો ઠીક પરંતુ તેની કિંમત પણ લોકોમાં આશ્ચર્ય ઊભું કરી રહી છે. કેમકે તેની કિંમત 4000 ડોલર્સ બોલાઈ રહી છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ બ્રેસલેટની કિંમત લગભગ 33,35,000 રૂપિયા કરતાં પણ વધુ છે. અધધ કિંમતના આ બ્રેસલેટને ખરીદશે કોણ તે પણ એક સવાલ છે.

આ પણ વાંચો: શું પરિણીતી પ્રેગ્નન્ટ છે? અફવાઓ ફેલાતા ગુસ્સે થઈ અભિનેત્રી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top