અદિતિ રાવ હૈદરીએ લગ્ન નથી કર્યા: માત્ર સગાઈ જ થઈ છે, સિદ્ધાર્થ સાથેનો ફોટો પોસ્ટ કર્યો

એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ હજી લગ્ન કર્યા નથી. હાલ તો ફક્ત સગાઈ જ કરી છે. હાલમાં જ એવી અફવાઓ વહેતી થઈ હતી કે સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ તેલંગાણાના શ્રીરંગાપુરમ જિલ્લામાં રંગનાયક સ્વામી મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. પરંતુ અદિતી રાવએ હાલમાં જ એક ફોટો પોસ્ટ કરીને આ સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

2021માં ફિલ્મમાં જોડે કામ કર્યા બાદ નિકટતા વધી હતી
સિદ્ધાર્થ અને અદિતિએ 2021માં તમિળ-તેલુગુ ફિલ્મ ‘મહાસમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી બંને વચ્ચે નિકટતા વધી હતી. સિદ્ધાર્થે ‘રંગ દે બસંતી’ અને ‘ચશ્મેબદ્દૂર’ જેવી પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે અદિતિ રાવ હૈદરી દક્ષિણ અને હિન્દી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે. અદિતિએ ‘પદ્માવત’, ‘બોસ’, ‘રોકસ્ટાર’ અને ‘મર્ડર-3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

અદિતિ રાજવી પરિવારની પુત્રી છે
અદિતિનો જન્મ 28 ઓક્ટોબર, 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને વિદ્યા રાવને ત્યાં થયો હતો. અદિતિ હૈદરાબાદના નિઝામ રહી ચૂકેલા મો.સાહેલ અકબર હૈદરીની પ્રપૌત્રી છે. અદિતિના નાના રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણાના વાનપર્થીના રાજા હતા.

અદિતિએ તેની કારકિર્દીની શરૂઆતમાં પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના લીલા સેમસનના ડાન્સ ગ્રુપમાં પણ કામ કર્યું હતું. અહીં કામ કર્યા બાદ તે અભિનય તરફ વળી. તેણે સૌપ્રથમ 2007માં તમિળફિલ્મ ‘શ્રીંગારમ’થી તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ ગુપચુપ રીતે બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, ઉદયપુરમાં થયેલા લગ્નનું આ રીતે ખુલ્યું રહસ્ય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top