અક્ષય કુમારની ફિલ્મનું ટાઈટલ બદલાયુ: શંકરા નક્કી કરાયું

મુંબઇ : અક્ષય કુમારની ફિલ્મ ‘ધી અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર’નું ટાઈટલ બદલીને ‘શંકરા’ કરી દેવામાં આવ્યું છે.
આઝાદી પહેલાં બ્રિટિશ રાજ સામે કાનૂની લડત આપનારા વકીલ સી. શંકરન નાયરની આ બાયોપિકનું નિર્માણ કરણ જોહર કરી રહ્યો છે. તેમાં માધવન તથા અનન્યા પાંડે અક્ષય કુમારના સહકલાકારો છે. સી. શંકરન નાયરના પૌત્રએ તેમના વિશે લખેલાં પુસ્તકને આધારે આ ફિલ્મ બની રહી છે.

ફિલ્મનું શૂટિંગ ગયાં વર્ષથી શરુ થઈ ચૂક્યું છે. જોકે, હજુ મોટાભાગનું શૂટિંગ બાકી છે. આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક કરણ સિંહ ત્યાગીને સોંપવામાં આવ્યું છે. ફિલ્મમાં અનન્યા પાંડે અક્ષય કુમારની આસિસ્ટન્ટની ભૂમિકામાં હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે શંકરન નાયર 1897માં કોંગ્રેસ પાર્ટીના નેતા રહી ચૂક્યા હતા.

આ સમાચાર પણ વાંચો : શું પરિણીતી પ્રેગ્નન્ટ છે? અફવાઓ ફેલાતા ગુસ્સે થઈ અભિનેત્રી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top