અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ, 81 વર્ષની ઉંમરે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સંકડાયેલા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પીઢ અભિનેતાને આજે સવારે એટલે કે 15મી માર્ચે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં 81 વર્ષના અમિતાભ બચ્ચન પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. આ સમાચાર મળતાની સાથે બીગ બીના સ્વાસ્થ્યને લઈને ચાહકો ખૂબ જ ચિંતિત જોવા મળ્યા હતા. જો કે, તેમાં ગભરાવાનું કંઈ નથી.

માધ્યમોના અહેવાલ મુજબ અમિતાભ બચ્ચનને શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિગ બી સુરક્ષા વચ્ચે હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાંથી બપોરે તેઓએ એક્સ પર પોસ્ટ પણ કર્યું હતુ. જેમાં તેઓએ ‘in gratitude ever’ એવું લખ્યું હતુ. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ તેના ફેન્સનો આભાર માની રહ્યા છે.

હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર બાદ પણ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી પોતાના કામની સાથે સાથે તેમના સ્વાસ્થ્યને લઈને પણ ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચને 81 વર્ષની ઉંમરે પણ સતત એક્ટીવ રહી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. હાલમાં તેની પાસે ઘણી ફિલ્મો છે જેના પર તે સતત કામ કરી રહ્યા છે. જેમાં કેટલીક મોટા બજેટની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

ક્યારે કરવામાં આવે છે એન્જીયોપ્લાસ્ટી ?

એન્જીયોપ્લાસ્ટી મોટે ભાગે દર્દીને હૃદયરોગનો હુમલો આવે ત્યારે અને ધમનીઓના બ્લોકેજને ખોલવા માટે કરવામાં આવે છે. હૃદયની ધમનીમાં બ્લોકેજને કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી અને હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે, આ બ્લોકેજને દૂર કરવા માટે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. જો કે અમિતાભ બચ્ચને એન્જીયોપ્લાસ્ટી શા માટે કરાવી છે તેની માહિતી હજુ સામે આવી નથી.

આ સમાચાર પણ વાંચો : આવતીકાલે જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખો, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top