બોલિવૂડ એકટ્રેસ અંકિતા લોખંડે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બની કાસ્ટિંગ કાઉચનો શિકાર, કહ્યું – તેણે મને અંદર બોલાવી અને…

Ankita Lokhande on Casting Couch : બોલિવૂડ એકટ્રેસ અંકિતા લોખંડે પ્રખ્યાત ટીવી અભિનેત્રીઓમાંની એક છે. ગયા વર્ષે તેણે સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 17માં ભાગ લીધો હતો અને ઘણી ચર્ચામાં રહી હતી. અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સાથે આ શોમાં એન્ટ્રી કરી હતી. હવે બિગ બોસ 17 પછી અભિનેત્રી ઘણીવખત ઇન્ટરવ્માં તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરે છે. આ દરમિયાન અંકિતા લોખંડેએ કાસ્ટિંગ કાઉચને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને ચાહકો પણ ચોંકી જશે. હકિકતે અંકિતા લોખંડેને બોલિવૂડમાં નહીં પરંતુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

અંકિતા લોખંડેએ તાજેતરમાં Hotterfly સાથે વાત કરી હતી. જેમાં તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે જણાવ્યું હતુ. કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતાં પવિત્ર રિશ્તા ફેઇમ અભિનેત્રીએ કહ્યું કે તેણે 10 વખત કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે, જેના માટે તે ખૂબ જ પસ્તાવો અનુભવે છે. અંકિતા લોખંડેએ કહ્યું, ‘મેં સાઉથની એક ફિલ્મમાં ઓડિશન આપ્યું હતું. મને ફોન આવ્યો કે તમે સહી કરવા આવો. હું ખૂબ જ ખુશ હતી તેથી મેં મારી માતાને કહ્યું કે હું સહી કરીને આવું છું. મારા માટે આશ્વર્યની વાત એ હતી કે ઓડીશનના આટલા ટૂંકા સમયમાં ફોન કેવી રીતે આવી શકે ?

અંકિતા લોખંડેએ વધુમાં કહ્યું, ‘જ્યારે હું સાઈન કરવા ગઈ ત્યારે તેણે મને અંદર બોલાવી અને મારા કોઓર્ડિનેટરને બહાર રાહ જોવા કહ્યું. મને કહેવામાં આવ્યું કે તમારે સમાધાન કરવું પડશે. તે સમયે મારી ઉંમર માત્ર 19 વર્ષની હતી. એ વખતે મારો હિરોઈન બનવાનો તબક્કો ચાલી રહ્યો હતો. મેં સ્માર્ટનેસ વાપરી અને ફરીથી પૂછ્યું તો તેણે કહ્યું કે તમારે નિર્માતા સાથે સૂવું પડશે. મેં તેને કહ્યું કે એવું લાગે છે કે તમારા નિર્માતાને પ્રતિભાની જરૂર નથી. તેમને ફક્ત એવી છોકરી જોઈએ છે જે તેની સાથે સૂઈ શકે. પરંતુ માફ કરજો પરંતુ હું એવી નથી આ માટે હું આ ફિલ્મ છોડવાનું પસંદ કરીશ. અંકિતાએ આ સિવાય પણ બીજી ઘણી બાબતો વિશે તેમના ઇન્ટરવ્યુમાં વાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : પંકજ ઉધાસે ધર્મના બંધનો તોડી એરહોસ્ટેસ ફરીદા સાથે કર્યા લગ્ન, જાણો શું કરે છે તેમની બંને દીકરીઓ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top