બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ ગુપચુપ રીતે બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, ઉદયપુરમાં થયેલા લગ્નનું આ રીતે ખુલ્યું રહસ્ય

માધ્યમોમાં પ્રકાશિત અહેવાલ મુજબ, તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે 23 માર્ચે લગ્ન કરી લીધા છે. અહેવાલ મુજબ આ લગ્ન ઉદયપુરમાં ગણતરીના અંગત લોકોની હાજરી કરવામાં આવ્યા હતા અને લગ્ન પહેલાની વિધીની શરૂઆત 20 માર્ચથી શરૂ થઈ ગઇ હતી. તાપસીના લગ્નના સમાચાર વચ્ચે નિર્માતા-લેખિકા કનિકા ધિલ્લોન અને અભિનેત્રી પાવેલ ગુલાટીના ફોટોઝ સામે આવ્યા છે જેમાં જોઇ શકાય છે કે આ બંને તાપસી અને મથિયાસના લગ્ન સ્થળે હતા. Reddit પર પણ કેટલાક લોકોએ તાપસીની નાની બહેન શગુન પન્નુની ઉદયપુરમાં લગ્નની તસવીરો પણ શેર કરી હતી. આ ફોટોઝમાં તાપસીની સાથે તેની ફિલ્મ દોબારા અને થપ્પડના કોસ્ટાર પોવેલ હતા. જ્યારે ગ્રુપ ફોટોમાં ટ્રેડીશનલ લૂકમાં શગુન, પોવેલ અને અન્ય મહેમાનો જેમાં બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી જોવા મળે છે.

ફેન્સે લગ્નના ફોટોઝ પર પ્રતિક્રિયાઓ આપી

લગ્ન સમારોહની અંદરના એક ફોટોઝ વિશે, એક ચાહકે Reddit પર લખ્યું, “મેથિયસ બો સાત્વિક અને ચિરાગના કોચ લગ્નમાં હાજરી આપી રહ્યા છે. તાપસીની બહેન શગુન પણ લગ્નમાં છે.” એક યુઝરે લખ્યું: “મને ફોટો ગમે છે! જો તે સાચું હોય તો દંપતીને અભિનંદન!”

તાપસી પન્નુ-મેથિયાસ બોના લગ્નના મહેમાનો

ઉલ્લેખનીય છે કે કનિકા ધિલ્લોન લગ્નમાં હાજર રહી હતી જેમણે તાપસી સાથે હસીન દિલરૂબા (2021) માં કામ કર્યું છે, તાજેતરમાં જ પ્રસંગ અથવા સ્થાન જાહેર કર્યા વિના તેના પીચ સાડીના દેખાવની શ્રેણીબદ્ધ તસવીરો Instagram પર પોસ્ટ કરી છે. અહેવાલો મુજબ, કનિકા અને તેના પતિ હિમાંશુ શર્મા પણ ઉદયપુરમાં તાપસીના લગ્નનો ભાગ હતા.

રિપોર્ટ અનુસાર, બોલીવુડની ઘણી હસ્તીઓ તાપસીના આ ખાસ દિવસનો ભાગ બન્યા હતા. જેમાં “તાપસીના દોબારા અને થપ્પડના કો-સ્ટાર પાવેલ ગુલાટી અને તાપસી જેમની સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે તે અનુરાગ કશ્યપનો સમાવેશ થાય છે. અનુરાગ કશ્યપે તાપસીની મનમર્ઝિયા અને દોબારા જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતુ. આ સિવાય સાંઢ કી આંખ પણ તેમણે પ્રોડ્યુસ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 14 લોકો દાઝતા સારવાર અર્થે ખસેડાયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top