ક્રિતિ ખરબંદાની પહેલી રસોઈ: સ્ટોરી મૂકીને જણાવ્યું દાદીએ મંજૂરી આપી દીધી

લગ્ન પછીની પહેલી રસોઈ દરેક સ્ત્રી માટે મહત્વની હોય છે. મોટાભાગે લગ્ન પછી નવવધૂ તેની સાસરીમાં પ્રથમ રસોઈમાં ગળ્યું બનાવીને સૌનું મોઢુ મીઠુ કરાવતી હોય છે. લગ્ન કર્યા બાદ બોલિવૂડની હિરોઈનો પણ તેમના લગ્નની દરેક રસમો અવારનવાર તેમના ચાહકો સાથે શેર કરતી રહે છે. તેવામાં હાલમાં જ પુલકિત સમ્રાટ સાથે લગ્નના તાંતણે બંધાયેલી ક્રિતિએ સોશિયલ મીડિયા પર તેની પહેલી રસોઈની તસવીરો શેર કરી છે.

ક્રિતિ અને પુલકિતે 15 માર્ચે લગ્ન કર્યા હતા. ક્રિતિએ તેની લગ્ન પછીની પહેલી રસોઈની તસવીર સોશિયલ મીડિયા પર સ્ટોરીમાં મૂકી છે. ક્રિતિએ તેની પહેલી રસોઈમાં શીરો બનાવ્યો હતો. જેને બદામથી સજાવ્યો હતો. બીજી સ્ટોરીમાં ક્રિતિએ લખ્યું છે કે ‘APPROVED BY DADI’ અને ત્રીજા ફોટોમાં ક્રિતિ શિરાને બદામથી સજાવતી જોવા મળે છે.

સાસરે ક્રિતીનું ભવ્ય સ્વાગત થયું હતું
ક્રિતીનું તેના સાસરે ભવ્ય સ્વાગત થયું હતું, સ્વાગતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પુલકિત-ક્રિતી ઢોલ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પુલકિત અને ક્રિતી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. ક્રિતીએ હાથમાં લગ્નનો ચૂડો અને વાળમાં સિંદૂર લગાવીને રેડ ફ્લાવર પ્રિન્ટવાળી સાડીમાં જોવા મળી હતી. જ્યારે પુલકિતે સફેદ રંગના ચીકનકારી કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.

કેવી રીતે નજીક આવ્યા ક્રિતિ અને પુલકિત? કેવી રીતે શરૂઆત થઈ તેમના પ્રેમ સંબંધની?

ક્રિતિ જોડે લગ્ન કર્યા પહેલા પુલકિત સામ્રાટે શ્વેતા રોહીરા સાથે લગ્ન કર્યા હતા. 2016 માં લગ્ન કર્યાના માત્ર 11 મહિના પછી જ શ્વેતા સાથે પુલકિતે ડિવોર્સ લઈ લીધો હતો. પુલકિત અને ક્રિતિએ જોડે વીરે દી વેડિંગ, તૈશ અને પગલપંતિ જેવી ફિલ્મોમાં જોડે અભિનય કર્યો છે.

ક્રિતિ ખરબંદાએ તેની કારકિર્દીની શરૂઆત 2009 માં તેલુગુ ફિલ્મ ‘બોની’થી કરી હતી. તેણે શાદીમે ઝરૂર આના, housefull 4, યમલા પગલા દિવાના ફિરસે, 14 ફેરે, પગલપંતિ જેવી ફિલ્મો કરેલી છે. ક્રિતિ અને પુલકિત પગલપંતિના સેટ પર એકબીજાની નજીક આવ્યા હતા અને 2019 થી એકબીજાને ડેટ કર્યા બાદ 15 માર્ચ 2024 એ લગ્નના બંધનમાં બંધાયા હતા.

આ પણ વાંચો: કિયારા અડવાણીએ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં વધારી ફેન્સની હાર્ટ બીટ, જુઓ PHOTOS

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top