લાંબા સમય પછી જોવા મળી ‘મિર્ઝાપુર-3’ની ઝલક, કાલીન ભૈયાએ પૂછ્યું, અમને ભૂલી તો નથી ગયા ને?

વર્ષોથી ફેન્સ ‘મિર્ઝાપુર 3’ની રાહ જોઈ રહ્યા છે. લાંબો સમય વિત્યો હોવા છતાં દરેક ફેન્સને પંકજ ત્રિપાઠીનું પાત્ર કાલિન ભૈયા સુપેરે યાદ છે. ત્યારે ઇંતઝારનો અંત લાવતા પ્રાઈમ વીડિયોએ ફેન્સને ‘મિર્ઝાપુર 3’ની પહેલી ઝલક આપી છે. 19 માર્ચે મુંબઈમાં #AreYouReady ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, પ્રાઇમ વિડિયોએ 70 ફિલ્મો અને શ્રેણીની જાહેરાત કરી. જેમાંથી એક હતી ‘મિર્ઝાપુર 3’.

જોવા મળી મિર્ઝાપુર 3 ની પહેલી ઝલક

પ્રાઇમ વિડિયોએ ઇવેન્ટમાં લગભગ 70 સિરીઝ અને ફિલ્મોની જાહેરાત કરી હતી. જેમાં ‘મિર્ઝાપુર 3’, ‘પંચાયત 3’, ‘પાતાલ લોક 2’ સહિત કુલ 40 ઓરીજનલ સીરીઝ અને ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતની સૌથી મોટી અને દર્શકો જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તેવી ફિલ્મોમાંથી 29 થિયેટરમાં રિલીઝ થયા પછી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ જ ઇવેન્ટમાં ‘મિર્ઝાપુર 3’નું પહેલું ફૂટેજ પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં કાલિન ભૈયા અને ગુડ્ડુ ભૈયાને જોઈ શકાય છે.

વીડિયોમાં ‘મિર્ઝાપુર 3’ના કેટલાક દ્રશ્યો જોઈ શકાય છે. જેમાં કાલીન ભૈયાનું પાત્ર ભજવનાર પંકજ ત્રિપાઠી એક શાંત જગ્યાએ ઊભેલા જોવા મળે છે. તેઓ કહે છે- તમે અમને ભૂલી તો નથી ગયા ને? આ પછી તમે ગુડ્ડુ ભૈયા અને બીનાને એકબીજાનો હાથ પકડીને ચાલતા જોઇ શકો છો. આ સીરીઝમાં શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા, ઈશા તલવાર પણ જોવા મળે છે. આ નાનકડા વિડિયોથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ‘મિર્ઝાપુર’ની સિઝન 3 જોરદાર રહેવાની છે. આ વખતે સીરિઝની વાર્તા દર્શકોના દિમાગને ચકરાવે ચડાવી દેશે.

પંચાયત 3 અને પાતાલ લોક 2 પણ મનોરંજક બની રહેશે

‘મિર્ઝાપુર 3’ ઉપરાંત ‘પંચાયત 3’, ‘પાતાલ લોક 2’ અને ‘બંદિશ બેંડીટ 2’ની ઝલક પણ આ વીડિયોમાં જોવા મળશે. ચાહકો લાંબા સમયથી ‘પંચાયત’ સીઝન 3ની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, સચિવ જી બનેલા એકટર જિતેન્દ્રને ફરી એકવખત જુના અવતારમાં જોવા ફેન્સ માટે આનંદની વાત બની રહેશે. આ સિવાય રિંકી સાથે સચિવજીની ઝલક પણ જોવા મળશે. બીજી તરફ, ‘પાતાલ લોક 2’માં હાથીરામ ચૌધરી પણ એક અલગ કેસ ઉકેલવામાં વ્યસ્ત છે. આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાઇમ વિડીયો આ વર્ષે અલગ અલગ સીરીઝ અને ફિલ્મો સાથે ધમાલ મચાવશે.

આ સમાચાર પણ વાંચો : જાણો રસમલાઈની રેસીપી, વિશ્વની ટોપ 10 મીઠાઈઓમાં બીજા ક્રમે ધરાવે છે સ્થાન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top