શું પરિણીતી પ્રેગ્નન્ટ છે? અફવાઓ ફેલાતા ગુસ્સે થઈ અભિનેત્રી

મુંબઇ : તાજેતરમાં પરિણિતી ‘ચમકીલા’ ફિલ્મના પ્રમોશનમાં લૂઝ ડ્રેસમાં દેખાતાં તે પ્રેગનન્ટ હોવાની અફવા ફેલાઈ હતી. આ પહેલા પણ મુંબઈ એરપોર્ટે સ્પોટ થતાં તેણી બ્લેક થિક જેકેટમાં જોવા મળી હતી. પરિણિતીના વધેલા વજન અને ડ્રેસિંગ સ્ટાઇલના પગલે તે પ્રેગનન્ટ છે તેવી અફવાઓએ જોર પકડયું હતું. પરંતુ આવી અફવાથી પરિણિતી ભારે નારાજ થઈ ગઈ છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પરિણિતીએ જણાવ્યું હતું કે કોઈ મહિલા કફ્તાન, ઓવરસાઈઝ્ડ શર્ટ કે પછી સ્હેજ લૂઝ ઈન્ડિયન કુર્તી પહેરે એટલે તે પ્રેગનન્ટ હોય તેવું માની લેવાની જરુર નથી. મહિલાઓ પોતાના કમ્ફર્ટ પ્રમાણે વસ્ત્રો પસંદ કરી હોય છે.

આ પ્રમોશનમાં પરિણિતી ઓવરસાઈઝ્ડ ડ્રેસમાં જણાઈ હતી. તે પરથી તે બેબી બમ્પ છૂપાવવા પ્રયાસ કરી રહી છે તેવો દાવો કરતા અહેવાલો વહેતા થયા હતા. આ અહેવાલોને પરિણિતીએ ફગાવી દીધા છે. પરિણિતીની ટીમના સૂત્રોએ પણ કહ્યું હતું કે પરિણિતી કે રાઘવ હાલ બેબી પ્લાન નથી કરી રહ્યાં. પરિણિતી હાલ ‘ચમકીલા ‘ ફિલ્મના પ્રમોશન માટે પુષ્કળ પ્રવાસ કરવાની છે. બીજી તરફ રાઘવ ચઢ્ઢા પણ લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: તારક મહેતા સિરિયલ ફેમ મિસિસ સોઢીની જાતીય સતામણીના કેસમાં આસિત મોદીને પાંચ લાખનો દંડ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top