Priyanka Chopra: પુત્રી માલતી અને પતિ નિક સાથે પહોંચી અયોધ્યા રામ મંદિર

અયોધ્યા: અવારનવાર બૉલીવુડ સેલેબ્સ મોટા મોટા ધાર્મિક સ્થળોએ દર્શન કરવા પહોંચી જતાં હોય છે. તેવાંમાં પ્રિયંકા ચોપરા પણ પરિવાર સાથે અયોધ્યા રામ મંદિર પહોંચી ગઈ હતી. સોશીયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રિયંકા ચોપરાએ આ બાબતની માહિતી આપી છે. પ્રિયંકાની સાથે તેનો પરિવાર, પતી નિક જોનાસ અને પુત્રી માલતિ મેરી પણ રામલલ્લાના દરબારમાં પ્રભુ શ્રી રામના દર્શન કરતાં અને આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા.

પ્રિયંકા ચોપરાના રામ લલ્લાના દરબારમાં પીળા રંગની સાડી પહેરીને પુત્રી માલતીને તેડીને ફરતી જોવા મળે છે. પ્રિયંકા માલતિને પૂછે છે કે આ અયોધ્યા છે? તેના પ્રત્યુત્તરમાં માલતિ હા કહેતી નજરે પડે છે. નિક જોનાસ પણ સફેદ રંગના કુર્તા પજામામાં જોવા મળે છે. પ્રિયંકાના ફેન્સને તેનો પીળા રંગની સાડીનો લૂક અને પુત્રી માલતીને આમ ઉચકીને અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા ખૂબ જ ગમી રહ્યું છે. અમુક ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે કે ‘નિક જોનાસ પ્રિયંકાનું કલ્ચર અપનાવી રહ્યો છે તે જાણી ખૂબ જ ખુશી થઈ. અઢળક પ્રેમ’

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા લાંબા સમય પછી ભારત પરત ફરી છે. આ પહેલા બહેન પરીનીતિ ચોપરાના લગ્નમાં પણ તે હાજર રહી શકી નહોતી. પ્રિયંકાની હોલીવુડ ફિલ્મ ધ બ્લફ ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહી છે જેમાં તે જોહ્નસીના અને ઇદ્રિસ એલ્બા સાથે જોવા મળશે. તે આલિયા ભટ્ટ અને કેટરીના કેફ સાથે ફરહાન અખ્તરની જી લે ઝરામાં બોલિવૂડમાં પુનરાગમન કરે તેવી પણ અટકળો ચાલી રહી છે.

આ પણ વાંચો: પંજાબ સરકાર પર ભડક્યા સિદ્ધુ મોસેવાલાના પિતા, કહ્યું ‘પત્નીની સારવાર થઈ જવા દો, દયા કરો..’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top