Breakfast recipe: બાળકોથી લઈને વૃદ્ધોને મજા પડી જશે, જાણો પોટેટો બોલ્સની રેસીપી

દરરોજ સ્વાદિષ્ટ ભોજન માટે બાળકોની અલગ જ ડિમાન્ડ હોય છે. દરરોજ નવું શું બનાવવું તે માટે દરેક ગૃહિણીને વિચાર આવતો હોય છે. તો આજે જાણીએ યમ્મી પોટેટો બોલ્સ બનાવવાની રેસીપી. જેને ખાઈને બાળકો તો ઠીક પણ ઘરમાં દાદી-દાદા પણ આંગળા ચાટતા રહી જશે.

પોટેટો બોલ્સ બનાવવાની રેસીપી

સ્ટેપ 1
સૌ પ્રથમ બટાકાને પાણીથી ધોઈને કૂકરમાં બાફવા મૂકો. સરખા બફાઈ જાય પછી તેની છાલ કાઢી લો. તમે પહેલા જ બટાકાને છોલીને તેને કૂકરમાં બાફવા મૂકી શકો છો.

સ્ટેપ 2
બટાકાની છાલ કાઢ્યા પછી હવે વારી છે બટાકાને સ્મેશ કરવાની એટલે કે પીસી દેવાની. પીસેલા બટાકામાં સ્વાદ અનુસાર લાલ મરચાંનો પાવડર, મીઠું, ચીલી ફ્લીકસ, ઓરેગાનો, ઝીણી પીસેલી કોથમીર અને 1 કપ મેંદો નાખીને સરખી રીતે મિક્સ કરી દો.

સ્ટેપ 3
બટાકાના આ માવાથી હવે નાના નાના બોલ્સ બનાવી લો. અને તેને તેલમાં તળી લો. લાલ થાય એટલે તેને તેલમાંથી કાઢીને ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ પીરસો.

આ સમાચાર પણ વાંચો: જાણો રસમલાઈની રેસીપી, વિશ્વની ટોપ 10 મીઠાઈઓમાં બીજા ક્રમે ધરાવે છે સ્થાન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top