અમદાવાદમાં પણ કડક કાયદો લાગુ: 30થી વધુ નિયમો ભંગ કરવા બદલ ફટકારવામાં આવશે ઈ મેમો

E-Memo : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર દ્વારા પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરા દ્વારા 30થી વધુ પ્રકારના નિયમોના ભંગ કરવા બાબતે વહાનચાલકને E-Memo ફટકારવામાં આવશે. AMC દ્વારા આ કાયદો આગામી 2 મહિનાની અંદર લાગુ પાડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

AIની મદદથી પોલીસ અને AMC બંને કરશે તમારી મદદ
આ નિયમ લાગુ પડતાં જ AIના સોફ્ટવેરની મદદથી પોલીસ અને AMC બંને તમારી હરકતો પર નજર રાખશે. આ વોચ શહેરમાં લગાવાયેલા કેમેરાની મદદથી રાખવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નિયમોનો ભંગ કરતાં લોકોને E-Memo આપવામાં આવશે.

આ નિયમોનો ભંગ કરતાં મળશે E-Memo
રેડ સિગ્નલનો ભંગ કરવો
ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ
સીટ બેલ્ટ કે હેલ્મેટ વગર મુસાફરી કરવી
ત્રણ સવારી મુસાફરી કરવી
દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર
નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવુ
બી.આર.ટી.એસ.કોરિડોરમાં વાહન ચલાવવુ
જાહેર રસ્તા ઉપર થૂંકનારાને દંડ કરાશે
જાહેર રોડ ઉપર રખડતા પશુ ને લઈ
જાહેર રોડ ઉપર કચરો નાંખવો
ભારે વાહન દ્વારા મટીરીયલ કવર કર્યા વગર લઈ જવુ
રોડ ઉપરના ખાડા કે પાણી ભરાવવાની બાબતમાં
રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરવા અંગે
રોડ ઉપરના વીજ પોલ કે ફૂટપાથ તૂટેલા હોય

આ પણ વાંચો: કાજલ હિન્દુસ્તાની ફરી એક વખત વિવાદમાં: પાટીદાર સમાજની દીકરીઓ પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top