AMCનો ચોંકાવનારો રીપોર્ટ, કેટલાક વિસ્તારનું પાણી પીવાલાયક નથી

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દૂધેશ્વર વોટર વર્કસ ખાતે આવેલી સેન્ટ્રલ લેબોરેટરીએ શહેરના પાંચ વોર્ડ વિસ્તારના કેટલાક સ્થળે પાણી પીવાલાયક નહીં હોવાનો રીપોર્ટ આપ્યો છે. આ પાંચ વોર્ડમાં વટવા, ઈસનપુર, બહેરામપુરા, જમાલપુર અને અસારવા વોર્ડમાં આવેલી કેટલીક સોસાયટીઓ અને ચાલીમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલની તપાસ બાદ તારણ આપવામાં આવ્યુ છે.

૧૩ માર્ચે દક્ષિણ ઝોનના વટવામાં આવેલી રધુનંદન સોસાયટીના એક મકાન ઉપરાંત ઈસનપુરમાં આવેલી સાવન સોસાયટી, બહેરામપુરા વોર્ડમાં આવેલી નારણભાઈ હરીભાઈની ચાલી, મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલી ચંપા મિલની ચાલી તેમજ અસારવા વોર્ડમાં આવેલી ઉમિયાનગર સોસાયટીમાંથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની મળેલી ફરિયાદ બાદ પાણીના સેમ્પલ લઈ મ્યુનિ.ની સેમ્પલ સેન્ટ્રલ લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલી આપવામા આવ્યા હતા. મ્યુનિ.ની સેન્ટ્રલ લેબોરેટરી તરફથી ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને આપવામાં આવેલા રીપોર્ટ મુજબ, પાંચ વોર્ડના વિવિધ પાંચ સ્પોટ ઉપરથી લેવામાં આવેલા પાણીના સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ હોવાથી આ પાણીનો ઉપયોગ કરવો નહીં. બેકટોરોજીકલ રીપોર્ટ પણ સંતોષકારક નહીં હોવાથી આ તમામ સ્પોટ ઉપર રહેતા લોકોને પીવાનુ શુધ્ધ પાણી મળી રહે એ માટે મ્યુનિ.તંત્ર તરફથી તમામ પ્રકારની જરુરી વ્યવસ્થા કરવાનો આદેશ અપાયો છે.

આ પણ વાંચો: માયાવતી અને નીતિશની પાર્ટીના 16-16 ઉમેદવારોની યાદી જાહેર: જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top