પરશોત્તમ રૂપાલા વિવાદ: IBને એક્ટિવ કરાઈ, ક્ષત્રિય સમાજ પર નજર રાખવા નિર્દેશ

Lok Sabha Elections 2024 | રાજકોટમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટીપ્પણીને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા તમામ મોરચે વિરોધ શરૂ થયો છે. જેમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની ટિકીટ બદલવાની માંગણી કરવાની સાથે સમગ્ર રાજ્યમાં મતદાન સમયે સમાજની તાકાતનો પરચો બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. જેના પગલે સ્ટેટ આઇબીને સ્થાનિક સ્તરે તપાસ કરી હતી. જેમાં ચૂંટણીમાં નકારાત્મક અસરનો રિપોર્ટ મળતા ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો અને સોશિયલ મિડીયા પર નજર રાખવા માટે આઇબીને સુચના આપવામાં આવી છે.

રાજકોટ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા કરવામાં ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી રાજકીય ટીપ્પણીને પગલે સમગ્ર્ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. જેના કારણે પરસોતમ રૂપાલા વિરૂદ્વ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરમાં તેમજ સોશિયલ મિડીયામાં ખુબ મોટાપાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી શરૂ થયેલા વિવાદને પગલે ક્ષત્રિય સમાજે ગોંડલમાં જયરાજસિંહ દ્વારા થયેલા રાજકીય સમાધાનને ગેરમાન્ય ગણાવ્યું છે. સાથેસાથે રાજકોટ લોકસભામાં ઉમેદવાર બદલવા માટે માંગણી કરી છે. આમ આ વિરોધની અસર માત્ર રાજકોટમાં જ નહી પણ ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતા તમામ મત વિસ્તારોમાં પડી શકે છે. આ બાબતનો વિસ્તૃત અહેવાલ સ્ટેટ આઇબીએ આપતા ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા કવાયત શરૂ કરી છે. સાથે સાથે આઇબીને સ્થાનિક સ્તરે પરસોતમ રૂપાલા મામલે ચાલતા વિવાદને પગલે સોશિયલ મિડીયા પર તેમજ જાહેરમાં કરવામાં કાર્યક્રમો પર નજર રાખવા અને તેનોે રિપોર્ટ આપવા મટે સુચના આપવામાં આવી છે. જે માટે આઇબી વિભાગે તમામ જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મિડીયા સેલ દ્વારા પણ જિલ્લાઓમાં ખાસ માણસોને તેમના જિલ્લાઓના અગ્રણીઓ દ્વારા સોશિયલ મિડીયા પર કરવામાં આવતી પોસ્ટ તેમજ કામગીરી પર નજર રાખવાની સુચના આપી છે. સાથેસાથે ડેમેજ કંટ્રોલ થાય તે પરસોતમ રૂપાલાની રાજકીય કારર્કિદી , તેમણે કરેલા કાર્યો અને રાજકોટના મતદાતાઓ પ્રત્ય તેમની જવાબદારીને લગતી વધુમાં વધુ પોસ્ટ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરવા માટે ખાસ તાકીદ કરી છે. આમ, પરસોતમ રૂપાલાના વિવાદને મામલે રિપોર્ટ કરવા આઇબીને પણ કામે લગાડવામાં આવી છે.

આ પણ વાંચો: AMCએ હીટ એક્શન પ્લાન જાહેર કર્યો: BRTS-AMTSના સ્ટેન્ડ પર ઓઆરએસનાં પેકેટ મળશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top