12th Science: 31 માર્ચે યોજાશે ગુજકેટની પરીક્ષા, હોલ ટિકિટ સ્કૂલની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે

અમદાવાદ: ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની 31 માર્ચના રોજ GUJCET (ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ)ની પરીક્ષા લેવાશે. ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટે જાહેર કરી દીધી છે. સ્કૂલ હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપી શકશે.

સ્કૂલ જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપશે
ધોરણ 12 સાયન્સ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત હોય છે. ગુજકેટની આ પરીક્ષા 31 માર્ચે યોજાવવાની છે. જે વિદ્યાર્થીઓએ ગુજેક્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમની ગુજકેટની પરીક્ષા માટે હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. સ્કૂલ દ્વારા વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. સ્કૂલે જ વિદ્યાર્થીઓને ગુજકેટની હોલ ટિકિટ આપવાની રહેશે. હોલ ટિકિટ પર સ્કૂલના આચાર્યની સહી-સિક્કા હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે પોતાનું કોઈ એક ફોટો આઇડી પ્રૂફ સાથે રાખવું ફરજિયાત રહેશે. https://gujcet.gseb.org/ આ લિન્ક પર જઈને હોલ ટિકિટ ડાઉલોડ કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો: અમદાવાદમાં પણ કડક કાયદો લાગુ: 30થી વધુ નિયમો ભંગ કરવા બદલ ફટકારવામાં આવશે ઈ મેમો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top