કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં કાર્યકરોને આપી આ શિખામણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદ ખાતે તેઓએ ભાજપના કાર્યકરોને સંબોધ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતુ કે, આ વખતે દેશની જનતા 400 પાર કરવાના નારા લગાવી રહી છે. લોકો લોકસભા ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. નરેન્દ્રભાઈએ સંકલ્પથી સિદ્ધિનો માર્ગ બતાવ્યો છે. અત્યાર સુધી મેં આખા દેશમાં 135 બેઠકોની મુલાકાત લીધી છે, દરેક જગ્યાએ મોદી જ મોદી છે. લોકસભાની ચૂંટણી માત્ર સાંસદોને ચૂંટવા માટે નથી, પરંતુ દરેક મતદારને આપણી સંકલ્પ યાત્રા સાથે જોડવાની પણ છે. આપણો ધ્યેય ચૂંટણી જીતવાનો હોવો જોઈએ અને જીતવું જરૂરી છે. આથી જ્યારે પણ લોકો વચ્ચે જાવ ત્યારે લોકોને નમ્રતાથી મળો અને પ્રચારમાં દરેકને સાથે જોડો.

વધુમાં અમિત શાહે કહ્યું કે, ‘આજે મને 29 વર્ષ પહેલાનું દ્રશ્ય યાદ આવે છે. હું વિધાનસભાની ચૂંટણી લડવાનો હતો, તે સમયે મેં હનુમાન દાદાના દર્શન કર્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ કોર્પોરેટર હતા. આજે ફરી લોકસભાની ચૂંટણી માટે અમે ત્યાંથી શરૂઆત કરી છે. ભાજપે બૂથ કાર્યકરને દેશના ગૃહમંત્રી બનાવ્યા. પાર્ટીએ એક ગરીબ પરિવારના ચા વેચનારને વડાપ્રધાન બનાવ્યો. ભાજપમાં આંતરિક લોકશાહી છે, જેના કારણે આ શક્ય બન્યું છે.

અમિત શાહે કહ્યું કે, અમારા નેતા નરેન્દ્રભાઈ અને પક્ષ પ્રમુખે મને ફરી એકવાર ગાંધીનગરથી ઉમેદવારી કરવાની તક આપી છે. નરેન્દ્રભાઈએ વિધાનસભા-સંસદમાં 33% મહિલા અનામત આપીને મહિલા શક્તિના દ્વાર ખોલ્યા છે. આજે નરેન્દ્રભાઈ માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. આઝાદી પછી માત્ર નરેન્દ્રભાઈએ જ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.તેમણે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. આતંકવાદીઓએ બે વાર હુમલો કર્યો, જેનો જવાબ તેમણે સર્જિકલ અને હવાઈ હુમલાથી આપ્યો. ડોકલામમાં ચીને જે કંઈ કર્યું, બધા વિચારી રહ્યા હતા કે શું થશે? નરેન્દ્રભાઈએ આંખો બતાવી અને ચીન પરત ફરવું પડ્યું હતુ.

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ, 81 વર્ષની ઉંમરે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top