ક્ષત્રિયો આગેવાનો અને ભાજપની બેઠક નિષ્ફળ, રૂપાલાને ખસેડી લેવાની એક જ માગ!

અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી હતી. જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો પણ જોડાયા હતા. અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદિપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે. જે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સંભાળી હતી.

જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, સંકલન સમિતિની કોર કમિટી આજે બેઠકમાં હાજર હતી. મે કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે. રૂપાલાએ વિવાદના થોડ સમયમાં જ માફી માગી હતી. માડિયા સમક્ષ માફી માગી હતી. પ્રદેશ અધ્યક્ષે પણ મોટું મન રાખીને માફ કરી દેવા વિનંતી કરી હતી. મેં આજ વાત અમારા સૌના વચ્ચે કોર કમિટી સમક્ષ રજૂ કરી. અમે બધાને સાંભળ્યા. બધા લોકોએ એક જ વાત કરી કે, પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે. આ સિવાય એક પણ વાત અમને મંજૂર નથી. અમારી હાજરીમાં તેમણે સર્વનુમતે કહ્યું કે, તમે રૂપાલાને માફી આપવાની વાત લઇને આવ્યા છો તે અમને મંજૂર નથી.

આ પણ વાંચો: ED દ્વારા ધરપકડના મામલે હાઈકોર્ટ પહોંચ્યા કેજરીવાલ, કહ્યું ચૂંટણી લડતા રોકવાનો પ્રયાસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top