મારી સાથે દગો કરવાનું ષડયંત્ર રચાયું; કોંગ્રેસ પર આક્ષેપો સાથે રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થવાની સાથે જ કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત થઈ ગઈ ગયો છે. ગુજરાતમાં 26 બેઠકો માટે 7 મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે. ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વ બેઠક ટિકિટ આપી હતી પણ પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી.

શું છે રાજીનામનું કારણ?
પોતાનું રાજીનામું આપીને રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા જેનો મને આઘાત લાગ્યો છે. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. યથિત થઇ ગયેલા રોહન ગુપ્તાએ કહ્યું કે મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઊઠાવવો જરૂરી છે.

કોંગ્રેસના નેતાના વળતાં પ્રહાર
આ સામે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર વળતા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રોહન ગુપ્તાને ખબર હતી કે તેમણે આ બેઠક છોડવી પડશે જેના લીધે તેમણે પહેલાથી જ નામ પાછું ખેંચી લીધું હતું. રોહન ગુપ્તાની વફાદારી શંકાસ્પદ હતી. તેમનું પાર્ટી છોડીને જતાં રહેવું કોંગ્રેસ માટે કોઇ ઝટકો નથી. પાર્ટીને ગુપ્તાના રાજીનામાથી કોઈ ફેર પડવાનો નથી. રોહન ગુપ્તા કોંગ્રેસમાં નેશનલ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર હ

આ પહેલા તેમના પિતાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું આપ્યુ હતુ

અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે.

આ પણ વાંચો: મોરબી બ્રીજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા, 400 દિવસ પછી જેલમાંથી બહાર આવશે ઓરેવાના MD

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top