રૂપાલાનો મોટો દાવો: દિલ્હીથી પરત ફરીને ઘટનાને વેગ ન આપવા કરી અપીલ

Lok Sabha Elections 2024 | ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ ચર્ચામાં આવી ગયેલા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ દિલ્હીથી પરત આવતા જ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ સહિત મને તમામ સમાજના લોકોનું પૂરેપૂરું સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે મારે હવે કંઇ કહેવું નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી.

કહ્યું વિવાદને હવે હવા ન આપો

દિલ્હીથી પરત આવતા જ રૂપાલાએ કહ્યું કે આ મુદ્દાને વધારે હવા ન આપો. તેમણે કહ્યું કે અમારા સમર્થનમાં તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન બતાવ્યું છે. મેં તેમના નામો પણ કહ્યા છે અને અત્યારે પણ તેમના નામ જાહેર કરી શકું છું. પરંતુ આ વિવાદને હું વધારે ચગાવવા માગતો નથી.

આ પણ વાંચો | ભારતીય અર્થતંત્રને લઈને ખુશખબર, 2024માં 7.5 ટકા દરથી વધશે, વર્લ્ડ બેંકનું અનુમાન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top