હીટવેવમાં રાહત આપશે આ ફૂડ: એલર્જી, બીમારી અને હીટસ્ટ્રોકથી બચાવશે, ભરપૂર એનર્જી પણ આપશે

રાજ્યના હવામાન વિભાગે માર્ચ મહિનાના અંતમાં હીટવેવની આગાહી કરી છે, જેને પગલે છેલ્લા ચારથી પાંચ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છના કંડલા અને પોરબંદરમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. ઉનાળાની ઋતુમાં ઘરની બહાર નીકળવું કોઈને ગમતું નથી. બહાર નીકળતાની સાથે જ તમને થાક અથવા નબળાઈ લાગવા લાગે છે. આનું મુખ્ય કારણ આકરો તાપ છે. ઉનાળામાં વધુ તાપમાનને કારણે પાચનતંત્ર પણ પ્રભાવિત થાય છે. ઘણી વખત લોકોને ઉલ્ટી, ઝાડા, ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં, તમારી દિનચર્યામાં યોગ્ય અને સંતુલિત ખોરાકનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી બીમારીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય. ત્યારે ઉપરના ફોટા પર ક્લિક કરી વીડિયોમાં જાણો ઉનાળા સૂપર ફૂડ્સ જે તમને ન માત્ર એલર્જી અને હિટસ્ટ્રોકથી બચાવશે પરંતુ એનર્જી પણ આપશે

ફળોનું ભરપૂર માત્રામાં સેવન
ઉનાળામાં હીટવેવથી બચવા માટે તરબૂચ, પપૈયું, ટેટી, નારંગી જેવા ફળોનું સેવન કરવું જોઈએ. રસવાળા ફળોનું સેવન કરવાથી એનર્જી મળે છે. જેથી હીટવેવ સામે રક્ષણ મળે છે.

દહીં અને છાસનું સેવન
દહી અને છાસ હિટવેવથી રક્ષણ મેળવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. દહી અને છાસમાં કેલ્શિયમ, પ્રોટીન, ઝીંક અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં બપોરના ભોજનમાં દહી કે ચાસનો ચોક્કસથી સમાવેશ કરવો જોઈએ.

ઠંડા પીણાં
હિટવેવથી ચક્કર આવવા, વોમીટ થવી, માથું દુખવુ જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. આવામાં જો ઠંડા પીણાં અને જ્યુસ પીવાથી રાહત મળી શકે છે. લીંબુપાણી, પાઈનેપલ, નારંગી, તરબૂચ, ફૂદીના અને વરિયાળીનો શરબત વગેરે જેવા પીણાં પીવાથી હિટવેવથી બચી શકાય છે.

મસાલેદાર અને તળેલું ખાવાથી બચવું
ગરમીમાં બહારના ખાવાના ચટાકા લેતા બચવું જોઈએ. કેમકે વધુ પડતું મસાલેદાર અને તળેલું ખાવાથી હિટવેવની સંભાવનાઓ વધી જય છે. ઉનાળામાં ફ્રૂટ અથવા વેજીટેબલ સલાડ ખાઈને હીટવેવથી રાહત મેળવી શકાય છે.

હીટવેવ દરમિયાન બની શકે તો તડકામાં નીકળવું ટાળવું જોઈએ. આ ઉપરાંત ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. સામાન્ય રીતે દિવસના 8 ગ્લાસ પાણી પીવું જોઈએ પરંતુ હિટવેવ દરમિયાન રોજના 10 થી 12 ગ્લાસ પાણી પીવાનું રાખવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો: જાણો તણાવ જીવનમાં કેમ જરૂરી છે, તણાવથી દૂર રહેવા માટે વિશેષજ્ઞોની ટિપ્સ જાણો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top