દુખાવો થશે દૂર, હડકાંને મજબૂત બનાવવા માટે અજમાવો આ હેલ્થ ટીપ્સ

શું ઓછી ઉંમરે પણ તમે સતત કમર, સાંધા અને હાડકાંના દુખવાથી પીડાઓ છો? જો સ્વાસ્થ્ય પ્રત્યે આટલી કાળજી રાખશો તો માત્ર 2 મહિનામાં દૂર થશે ગમે તેવો દુખાવો. જાણો ટિપ્સ.

વિટામિન Cની ઉણપ:
હાલના સમયમાં 19 થી 50 વર્ષના 51% થી 70% લોકો કેલ્શિયમની ઉનપનો શિકાર જોવા મળે છે. કેલ્શિયમ સાંધાને મજબૂત રાખવા ખૂબ જ જરૂરી હોય છે. જો તમને સતત સાંધા, કમર કે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો રહેતો હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત રોજિંદા ખાનપાનમાં દૂધ અને કેળાનો સમાવેશ કરવો જોઈએ. દરરોજ દૂધ અને કેળાનું સેવન કરવાથી કેલ્શિયમની કમી દૂર થાય છે.

વિટામિન Dની ઉણપ:
કેલ્શિયમને શોષવા માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન D હોવું જરૂરી છે. વિટામિન Dની ઉણપથી શરીરમાં સતત દુખાવો રહેવો, ઘાવ પર જલ્દી રૂઝ ન આવવી, હાડકાં પર લાગેલો માર લાંબા સમય સુધી સતત દુખ્યા કરવો અને રિકવરી ન આવવી, વાળ ઉતરવા વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. વિટામિન Dની ઉણપને દૂર કરવા માટે માછલી, ઈંડા, ખાટા ફળ, દૂધ વગેરે જેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ. જો શાકાહારી હો તો ડોકટરને બતાવીને વિટામિન Dની ઉણપ વર્તાય તો યોગ્ય દવાઓ લેવી જોઈએ. અને સવારે તડકામાં બેસવું જોઈએ. સૂર્યનો સવારનો તડકો વિટામિન Dની ઉણપને દૂર કરવા માટે ઉપયોગી છે.

નિયમિતપણે હળવી કસરત અને યોગ કરવો
હાડકાના દુખવાને દૂર કરવા ઘણી વાર હળવી કસરત ઉઓઆયોગી બને છે. ઘણીવાર શ્રમભરેલું કામ કે વજન ઉચકવા જેવી બાબતથી પણ સતત હડકમાં દુખાવો થતો હોય છે. જેને નિયમિત કસરત અને યોગથી નિવારી શકાય છે.

જો દુખાવો અસહ્ય હોય અને લાંબા સમયથી રહેતો હોય તો દેઓકટરને તાત્કાલિક બતાવીને યોગ્ય સારવાર લેવી જોઈએ.

આ પણ વાંચો: વાળ ખરતા અટકાવો: મજબૂત અને લાંબા વાળ માટે અજમાવો આ ટિપ્સ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top