ગુસ્સામાં આંસુ કેમ આવે છે? જો વિવાદ દરમિયાન રડવા માગતા નથી, તો આ ટિપ્સ અનુસરો

જ્યારે લોકો ગુસ્સે થાય છે ત્યારે કેટલાક આક્રમક બની જાય છે અને બૂમો પાડવાનું શરૂ કરે છે, કેટલાક તોડફોડનો આશરો લે છે અને કેટલાક પોતે જ રડવા લાગે છે. આવા લોકો પોતાનો ગુસ્સો સખત શબ્દોમાં વ્યક્ત કરવા માગે છે, પરંતુ ગુસ્સા રડવા લાગે છે. જેની સાથે તેઓ દલીલ કરે છે તેની સામે રડવું ઘણા લોકોને મુશ્કેલ લાગે છે. પરંતુ તે ઈચ્છે તો પણ ચર્ચા દરમિયાન પોતાના આંસુને કાબૂમાં રાખી શકતા નથી. આ સ્થિતિને ‘એન્ગ્રી ટીયર્સ’ એટલે કે ગુસ્સાના આંસુ કહેવાય છે. ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માગે છે. જેથી તેમનો તર્ક વધુ મજબૂત બને અને અન્ય લોકો તેમને ભાવનાત્મક રીતે નબળા ન ગણે.

દલીલ દરમિયાન તમારા આંસુને કાબૂમાં રાખવા અપનાવો સરળ ટિપ્સ

  1. દલીલ પરથી ધ્યાન ભટકવાનો પ્રયત્ન કરો
  2. ઊંડા શ્વાસ લો.શ્વાસની ગણતરી કરો. તેથી ગુસ્સાથી ધ્યાન ભટકવાના અને રડવાની સંભાવનામાં ઘટાડો થશે.
  3. ડોકને સહેજ ઉપરની તરફ ઉઠાવો
  4. ચહેરાના સ્નાયુઓને સજ્જડ કરો.
  5. મોટેથી બોલવાનો કે બૂમો પાડવાનો પ્રયાસ ન કરો
  6. બોલવા કરતાં સાંભળવામાં વધુ ધ્યાન આપો.
  7. શક્ય હોય તો પાણી પીવો.

રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના રિપોર્ટ અનુસાર, પુખ્ત પુરુષો કરતાં સ્ત્રીઓ અને બાળકો ગુસ્સામાં વધુ આંસુ વહાવે છે. આ લોકોને એન્ગ્રી ટીયર્સ એટલે કે ગુસ્સામાં આંસુ આવવાની શક્યતા વધુ હોય છે. સરેરાશ એક મહિલા મહિનામાં ગુસ્સામાં 4 વખત રડે છે. જ્યારે તેની સરખામણીમાં પુરુષોમાં આ દર 1 કરતા ઓછો જોવા મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો: આ ટિપ્સ અજમાવશો તો દાઝી ગયેલ ભાગનો ડાઘ ઝડપથી દૂર થઈ જશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top