Anant Ambani Radhika Merchant Pre-Wedding : ધોનીએ દાંડિયા રમ્યા, ત્રણે ખાન એક સાથે જોવા મળ્યા, પ્રેગ્નન્ટ દીપિકાનો ડાન્સ, જુઓ 10 બેસ્ટ મોમેન્ટ્સ

એક થી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બોલિવૂડથી લઈને બિઝનેસ અને સ્પોર્ટ્સ જગતની હસ્તીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ સેલીબ્રેશનમાં દરરોજ ઘણી નવી વસ્તુઓ જોવા મળી હતી. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં આ 10 આઇકોનિક ક્ષણો જોવા મળી હતી.

નીતા અંબાણીનો ક્લાસીકલ ડાન્સ

“યા દેવી સર્વભૂતેષુ વિદ્યા-રૂપેણા સંસ્થિતા, નમસ્તેય નમસ્તેય નમસ્તેય નમો નમઃ નીતા અંબાણીના નૃત્યની શરૂઆત આ મંત્રથી થઈ હતી. આ પછી તેમણે “વિશ્વંભરી અખિલ વિશ્વ” અંબામાની સ્તુતિ પર પરંપરાગત ઈન્ડિયન ક્લાસિક ડાન્સ રજૂ કર્યો હતો.

પ્રેગનન્ટ દીપિકાનો ડાન્સ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે પરફોર્મ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી. દીપિકાએ ગોલ્ડન લહેંગામાં શાનદાર ડાન્સ મૂવ્સ બતાવ્યા હતા જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ત્રણેય ખાનો એકસાથે જોવા મળ્યા

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનના બીજા દિવસે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને નાટુ-નાટુ સોંગ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ ત્રણેય ખાને સલમાનનો સૌથી ફેમસ ટોવેલ ડાન્સ સ્ટેપ એકસાથે કર્યો હતો. આ સિવાય સલમાન ખાને તેના ઘણા હિટ લગ્ન ગીતો પર સોલો ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. બોલિવૂડના બાદશાહ શાહરૂખે પણ પઠાણના ટાઇટલ સોંગ પર રોકિંગ સોલો પરફોર્મન્સ આપ્યું હતું. બધાએ શાહરૂખ-સલમાન અને આમિરના ડાન્સને ખૂબ એન્જોય કર્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ દાંડિયા રમ્યા

અંબાણીની પાર્ટીમાંથી મહેન્દ્ર સિંહ ધોનીનો ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જેમાં ધોની,નીતા અને આકાશ અંબાણી દાંડિયા લેતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આકાશ મહેન્દ્ર સિંહ ધોનીને દાંડિયા ડાન્સના કેટલાક મૂવ્સ શીખવી રહ્યો છે. બંનેની બોન્ડિંગ ચાહકોને પ્રભાવિત કરી રહી છે. અન્ય એક વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની પણ ડીજે બ્રાવો સાથે દાંડિયા ડાન્સ કરતો જોવા મળ્યા હતા. દેશી સંગીત પર ડીજે બ્રાવોના ડાન્સ મૂવ્સ ચાહકોના દિલ જીતી રહ્યા છે. ધોનીની પત્ની સાક્ષી ધોની પણ ગરબા નાઈટમાં ડાન્સ કરતી જોવા મળી હતી.

અનંતે રાહાને લાડ લડાવ્યા

અન્ય એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં અનંત અંબાણી આલિયા ભટ્ટ-રણબીર કપૂરની પ્રિય રાહા પર પ્રેમ વરસાવતા અને તેને લાડ લડાવતા જોવા મળ્યા હતા.

નીતા-મુકેશનો ડાન્સ

નીતા અંબાણી ડાન્સ અને કલ્ચરને કેટલો પ્રેમ કરે છે તે દરેક વ્યક્તિ જાણે છે. પ્રિ વેડીંગના બીજા દિવસે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ડાન્સનો વીડિયો વાયરલ થયો ત્યારે બધા જોતા જ રહી ગયા. બંનેએ પ્યાર હુઆ ઇકરાર હુઆ ગીત પર ડાન્સ કર્યો હતો.

ઇશા અને નીતા અંબાણીનો ડાન્સ

નીતા અંબાણીએ મુકેશ અંબાણી બાદ પુત્રી ઈશા સાથે ડાન્સના સ્ટેપ્સ મેચ કર્યા હતા. નીતા અંબાણી આલિયા ભટ્ટની ફિલ્મ કલંકના ગીત પરદેશિયા પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા જેમાં તેમની પુત્રી ઈશાએ તેમનો સાથ આપ્યો હતો.

રાધિકા-અનંતનો ડાન્સ

બીજા દિવસે અનંતે પણ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જોરશોરથી ડાન્સ કર્યો હતો. શમ્મી કપૂર-મુમતાઝના ફેમસ ગીત આજ કલ તેરે મેરે પ્યાર કે પર ચર્ચા કરતી વખતે બંને ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. કપલની સ્ટાઈલ જોઈને બધા તાળીઓ પાડતા જોવા મળ્યા.

નીતા અંબાણી-દિલજીતની ગુજ્જુ વાતો

આ સાથે નીતા અંબાણીની ગુજરાતીમાં બોલવાની વાત પણ લોકોને પસંદ પડી હતી. બીજા દિવસે દિલજીત દોસાંઝે પરફોર્મ કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન એક વીડિયો સામે આવ્યો, જેમાં નીતા અંબાણીએ દિલજીત સાથે ગુજરાતીમાં વાતચીત કરી હતી.

શાહરૂખે કહ્યું જય શ્રી રામ

હંમેશની જેમ, અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં કિંગ ખાન તેની શાહી શૈલીમાં દિલ જીતતો જોવા મળ્યો હતો. સ્ટેજ પર પ્રવેશતાની સાથે જ તેણે સૌથી પહેલું કામ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પછી તેણે દંપતીને અભિનંદન આપ્યા હતા.

હાલ ત્રણ દિવસની આ પ્રિ વેડીંગની આ મેગા ઇવેન્ટ પુરી થઇ ગઇ છે અને મહેમાનો જામનગરથી પરત જતા રહ્યા છે. પરંતુ એ વાત નક્કી છે કે દરેક ક્ષેત્રના દિગ્ગજ એવા આ લોકો આ પ્રસંગની યાદોને ક્યારેય ભુલી શકશે ની

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top