અમદાવાદમાં દુલ્હા-દુલ્હન સહિત જાનૈયાઓને લગ્નમાં જમવાનું ભારે પડ્યું, ઢગલાબંધ લોકોને હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ

ગુજરાતમાં હાલ લગ્નની સિઝન પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે હાલમાં અમદાવાદમાં એક લગ્ન દુઃખનો પ્રસંગ બન્યો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. વર-કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગ્ન બાદ મોડીરાત્રે જાન અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહી ત્યારે નડિયાદ નજીક તમામને પેટમાં દુખાવો શરુ થયો હતો. જેને પગલે આ તમામ લોકોને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

રાજપીપળાથી અમદાવાદના નિકોલમાં જાન લઈને આવેલા જાનૈયાોની અચાનક તબિયત લથડી હતી. આ તમામ જાનૈયાઓ લગ્ન પ્રસંગ દરમિયાન ગાજરનો હલવો અને દૂધની બનાવટનું જ્યૂસ પીઘો હતો ત્યાર બાદ વર-કન્યા સહિત આખી જાનને હૉસ્પીટલ ભેગી કરવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટના જાન વિદાય બાદ નડિયાદ ટોલ બૂથ નજીક બની હતી.

ઘટનાની વિગતો એવી છે કે, રાજપીપળાથી અમદાવાદમાં પરણવા માટે જાન આવી હતી. આ દરમિયાન નિકોલના વિશાલા લેન્ડપાર્ક હોટલમાં જાનૈયાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નની મોજમાં જાનૈયાઓને અહીં દૂધની બનાવટનો જ્યૂસ અને ગાજરનો હલવો ભોજનમાં આપવામાં આવ્યો હતો.

જાનૈયાઓ સહિત વરરાજા અને કન્યાએ પણ આ ભોજન પીરસવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગના જમણવાર બાદ મોડી રાત્રે લગ્ન સમારંભ પુરો થયો અને નિકોલથી જાનની વિદાય રાજપીપળા તરફ થઈ તે સમયે આ ઘટના ઘટી હતી. જાન વિદાય થઈ અને જાનૈયાઓની ગાડી સીટીએમ એક્સપ્રેસ પર પહોંચી તે સમયે એક દુઃખદ ઘટના ઘટી હતી. રસ્તામાં જ જાનૈયાઓની તબિયત અચાનક લથડી પડી હતી.

અમદાવાદથી નીકળ્યા બાદ આ ઘટના વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા નડિયાદ ટોલ બૂથ પાસે બની હતી. આ દરમિયાન લગભગ 6 જેટલો જાનૈયાઓને LG હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય લોકોને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જાનૈયાઓને 108 મારફતે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતાં. આ ઘટનામાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનુ સામે આવ્યું હતું. આ સાથે વરરાજા અને કન્યાને પણ ફૂડ પોઈઝનિંગ થતાં તેમને પણ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તમામ દર્દીઓની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top