Aadhaar Card Update

Adhaar Card Update: આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તક, નહીં તો ભરવા પડશે પૈસા, જાણો સમગ્ર પ્રક્રિયા

મુંબઈ: જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમારે તેને અપડેટ કરાવવું પડશે. આધાર કાર્ડ અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2023 નક્કી કરાઇ હતી પરંતુ સરકારે આ તારીખ લંબાવીને 14 માર્ચ 2024 કરી છે. આધાર કાર્ડ અપડેટ કરવા માટે બસ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. તો ચાલો જાણીએ આધાર કાર્ડ અપડેટ કરવાની રીત…

  1. આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં ઓળખનો અને રહેઠાણનો પુરાવો જોઈશે.
  2. આધાર કાર્ડ અપડેટ કરવા માટે 50 રૂપિયા ફી લેવામાં આવે છે પરંતુ UIDAI અનુસાર 14 માર્ચ સુધી આ સેવા ફ્રી કરી દેવાઈ છે.
  3. ઓળખના પુરાવા તરીકે તમે ચૂંટણી કાર્ડ આપી શકો છો.
  4. મોબાઈલ અથવા લેપટોપથી UIDAIની વેબસાઇટ પર જઈને અપડેટ આધાર કાર્ડ વિકલ્પ પર ક્લિક કરો.
  5. આધાર નંબર લખીને તમારા ફોન પર આવેલ OTP નાખીને લૉગિન કરો.
  6. ત્યાર બાદ ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરીને વેરીફાઈ કરો.
  7. નીચે આપેલ ડ્રોપ લિસ્ટથી ઓળખ અને રહેઠાણના પુરાવાનો ફોટો અપલોડ કરો.
  8. આ પગલા પૂર્ણ કરીને સબમિટ પર ક્લિક કરતાં તમને એક રિક્વેસ્ટ નંબર મળશે અને ફોર્મ સબમિટ થઈ જશે.
  9. રિક્વેસ્ટ નંબરથી તમે અપડેટની પ્રક્રિયા ક્યાં પહોંચી છે તે જાણી શકશો અને થોડા દિવસો બાદ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top