AMCએ હીટ એક્શન પ્લાન જાહેર કર્યો: BRTS-AMTSના સ્ટેન્ડ પર ઓઆરએસનાં પેકેટ મળશે

અમદાવાદ: શહેરમાં બે દિવસ યલો એલર્ટ જાહેર થવા સાથે કોર્પોરેશને ગઈકાલે 28 માર્ચે હીટ એક્શન પ્લાન જાહેર કર્યો હતો. પ્લાન મુજબ બીઆરટીએસના તમામ તેમજ એએમટીએસના મોટાભાગનાં બસ સ્ટેન્ડ પરથી લોકોને ઓઆરએસના પેકેટ મળી રહેશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને ઓઆરએસના 50 હજાર પેકેટ પૂરાં પાડવામાં આવશે.

હિટવેવના પગલે AMCએ જાહેર કર્યો પ્લાન

AMCએ શહેરના તમામ ગાર્ડન રાત્રે 11 સુધી ખુલ્લા રાખવાનો અને ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લીધો છે. ઉપરાંત હોસ્પિટલો તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગરમીને કારણે થતી બીમારીની સારવાર માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોર્પોરેશને બહાર પાડેલી એડવાઈઝરીમાં લોકોને જરૂર ન હોય તો બપોરે બહાર નીકળવાનું ટાળવાની, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: હીટવેવમાં રાહત આપશે આ ફૂડ: એલર્જી, બીમારી અને હીટસ્ટ્રોકથી બચાવશે, ભરપૂર એનર્જી પણ આપશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top