UAEમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં PM મોદીએ કહ્યું- દુનિયાને ભ્રષ્ટાચાર મુક્ત સરકારોની જરૂર છે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. PM મોદીએ મુલાકાતના બીજા દિવસે બુધવારે UAEમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ-2024ને સંબોધિત કર્યું હતું. સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે, વિશ્વને ભ્રષ્ટાચાર મુક્ત સરકારોની જરૂર છે. 21મી સદીમાં વિશ્વ અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે. જેમાં ખાદ્ય સુરક્ષા, શિક્ષણ, ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. 14 ફેબ્રુઆરીએ મોદીના UAE પ્રવાસનો છેલ્લો દિવસ છે. આજે તેઓ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે.

વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ-2024માં વિશ્વના બદલાતા વાતાવરણ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે વિશ્વને એવી સરકારની જરૂર છે જે સ્માર્ટ અને ભ્રષ્ટાચાર મુક્ત હોય. તેમણે પર્યાવરણ તરફ પણ સૌનું ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે આજના સમયમાં આપણને સ્વચ્છ વાતાવરણની જરૂર છે. પીએમ મોદીએ કોવિડ પછીના તબક્કા વિશે પણ વાત કરી. તેમણે કોન્ફરન્સમાં ઉપસ્થિત લોકોને ભારત સરકારની સફળતા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું, “કોવિડ પછી વિશ્વભરના લોકોનો તેમની સરકારો પરનો વિશ્વાસ ઓછો થયો છે. જો કે, ભારતમાં તેનાથી વિપરીત બન્યું છે. કોવિડ પછી અમારી સરકારમાં ભારતીય લોકોનો વિશ્વાસ વધ્યો છે”.

વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પીએમ મોદીના ભાષણ સાથે જોડાયેલ મહત્વની બાબતો

  • વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે આજે આતંકવાદ માનવતા સામે વિવિધ સ્વરૂપોમાં નવા પડકારો ઉભો કરી રહ્યો છે.
  • આબોહવા સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપતા મોદીએ કહ્યું કે તેનાથી સંબંધિત પડકારો વધી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું, “એક તરફ ઘરેલુ ચિંતાઓ છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સિસ્ટમ પણ અવઢવમાં છે.”
  • વડાપ્રધાન મોદીએ સંમેલનમાં કહ્યું કે આજે વિશ્વને ભ્રષ્ટાચાર મુક્ત સરકારોની જરૂર છે. ભારતના લોકોને અમારી સરકાર પર વિશ્વાસ છે. આ સિવાય તેમણે સ્વચ્છ અને હરિયાળી અર્થવ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
  • દુબઈમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બનશે.
  • સરકારી દખલગીરી પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું માનું છું કે લોકોના જીવનમાં સરકારની દખલગીરી ઓછી હોવી જોઈએ તે સુનિશ્ચિત કરવાનું કામ સરકારનું છે. મારો સૌથી મોટો સિદ્ધાંત ‘લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન’નો રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top