ભૂલ ભૂલૈયા-3માં કાર્તિક 1000 ડાન્સરો સાથે ડાન્સ કરતો જોવા મળશે

મુંબઇ : કાર્તિક આર્યને ભૂલભૂલૈયા ૩નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે, ફિલ્મમાં કાર્તિક પોતાની એન્ટ્રી એક ધમાકેદાર ગીત સાથે કરવાનો છે. જેમાં તેની સાથે ૧૦૦૦ ડાન્સરો પણ જોડાવાના છે. મુંબઇની ફિલ્મસીટીમાં આ ગીત માટે એક ભવ્ય સેટ બનાવામાં આવ્યો છે. આ ગીતની કોરિયોગ્રાફી પ્રસિદ્ધ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય કરવાનો છે.

ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, કાર્તિક આર્યનનું આ ગીત બોલીવૂડના હાલના સૌથી ભવ્ય ગીતોના શૂટિંગમાંનું એક છે. આ ગીતના દ્રશ્યમાં ૧૦૦૦ ડાન્સરો સામેલ થયા હતા. ફિલ્મમાં આ ગીત કાર્તિકનો એન્ટ્રી સીન છે. કાર્તિક છેલ્લા બે અઠવાડિયાથી આ ગીતની તૈયારી કરી રહ્યો હતો. ગણેશ અને કાર્તિકે આ ગીતમાં કાંઇક નવું લાવવાના પ્રયાસ કર્યા છે. શૂટિંગ હજી એક અઠવાડિયા સુધી ચાલુ રહેવાનું છે. ફિલ્મ ભૂલભૂલૈયા ત્રણ ૨૦૨૪ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top