ભાજપે લોકસભા માટેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ગુજરાતમાં 5 ઉમેદવારો નવા

અઢારમી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ બોંતેર ઉમેદવારોના નામ છે. પહેલી યાદી આ મહિનાની શરૂઆતમાં બીજી માર્ચે જાહેર કરી હતી એટલે એમ કહી શકાય કે ભાજપે દસ જ દિવસમાં બીજી યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીના 195 ઉમેદવારો અને આજના 72 ગણતા કુલ 267 ઉમેદવારોના નામ જાહેર થઈ ચુક્યા છે. લોકસભામાં બહુમતી મેળવવા માટેના આંક 272થી માત્ર પાંચ બેઠકો ઓછી.

ગુજરાતની વાત કરીએ તો આજની બીજી યાદીમાં સાત ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, સુરતથી મુકેશ દલાલ, વડોદરાથી રંજનબહેન ભટ્ટ, વલસાડથી ધવલ પટેલ અને છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ અપાઈ છે. આમ વડોદરા અને અમદાવાદ સિવાય પાંચ નવા ઉમેદવારોના નામ જાહેર થયા છે. અગાઉના પંદર નામ સાથે ભાજપે કુલ બાવીસ ઉમેદવારોના નામ જાહેર થયા છે. હજુ ભાજપના ચાર ઉમેદવારોના નામની જાહેરાત બાકી રહે છે. જેમાં મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત ત્રીજી યાદીમાં થશે એવી સંભાવના છે.

ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના 20 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. જેમાં નાગપુરની બેઠક પરથી નીતિન ગડકરી, પંકજા મૂંડેના નામનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાંથી નીતિન ગડકરી અને પંકજા મૂંડેનું નામ જાહેર કરવાથી વિપક્ષોની પણ બોલતી બંધ કરી છે. આ ઉપરાંત, મુંબઈ ઉત્તરની બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ, મુંબઈ ઉત્તર પૂર્વના મિહિર કોટેચાને ટિકિટ મળી છે. આ સિવાય હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી યોગેન્દ્ર ચંદોલિયાના નામની જાહેરાત કરી છે. 

ઉત્તર ભારતમાં હરિદ્વારથી ત્રિવેન્દ્રસિંહ રાવત, ફરિદાબાદથી કૃષ્ણપાલ ગુર્જર, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી યોગેન્દ્ર ચાંદરોલિયા, પૂર્વ દિલ્હીથી હર્ષ મલ્હોત્રાના નામની જાહેરાત કરવામાં આવી છે. હમિરપુરથી અનુરાગ ઠાકુર, ઉજ્જૈનથી અનિલ ફિરોજિયા, દક્ષિણ બેંગલુરુથી તેજસ્વી સૂર્યા, ડિંડોરીથી ભારતી પવાર, ગુરુગ્રામથી રાવઈનદ્રજીત સિંહને ટિકિટ આપી છે.

ભારતીય જનતા પાર્ટીએ 72 ઉમેદવારની જાહેરાત કરી છે, જેમાંથી સાત ગુજરાત, 2 દિલ્હી, 6 હરિયાણા, 2 હિમાચલ પ્રદેશ, 20 કર્ણાટક, ઉત્તરાખંડના 2, મહારાષ્ટ્રના 20, તેલંગણા છ અને ત્રિપુરામાંથી એકનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : જ્યાં ત્યાં થુંકતા લોકોના કારણે પડતા ડાઘ સાફ કરવા માટે રેલવેએ ખર્ચ કરવા પડે છે અધધધ… 1200 કરોડ રૂપિયા !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top