BJPએ 195 ઉમેદવારોની પથમ યાદી જારી કરી, PM મોદી સહીત 34 મંત્રીઓના નામનો સમાવેશ. જાણો ગુજરાતમાં કોને કોને મળી ટિકિટ

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી છે. યાદીમાં પીએમ મોદી સહીત 34 કેન્દ્રીય મંત્રીઓના નામો સામેલ છે. શનિવારે સાંજે BJPના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ થયેલી પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠકમાં 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસીત પ્રદેશોની લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા જેની અમે આજે જાહેરાત કરી રહ્યા છીએ. વિનોદ તાવડેએ કહ્યું કે પીએમ મોદી એક વખત ફરીથી વારાણસીથી ચૂંટણી લડશે. આ સિવાય 34 મંત્રીઓને પણ પક્ષે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

બીજેપીની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્ય પ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાનાની 9, આસામની 11, ઝારખંડની 11, છત્તીસગઢની 11, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદમાનની 1, દમણ અને દીવની 1 બેઠકો માટે ઉમેદવારોના નામ સામેલ છે. બીજેપીની પ્રથમ યાદીમાં 28 મહિલા, 27 એસટી, 18 એસટી અને 18 ઓબીસી અને 47 યુવા નેતા સામેલ છે, જેઓને લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળી છે.

અમિત શાહ આ વખતે પણ ગાંધીનગરથી ચૂંટણી લડશે

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગર, મનસુખ માંડવીયા પોરબંદર, રાજનાથ સિંહ લખનઉ, જિતેન્દ્ર સિંહ ઉધમપુર, કિરેન રિજિજૂ અરૂણાચલ ઇસ્ટ, સ્મૃતિ ઇરાની અમેઠી, સર્બાનંદ સોનોવાલ આસામના તાપિર ગ્રામ ડિબ્રુગઢ, સંજીવ બાલિયાન મુઝ્ઝફર, નિશિથ પ્રમાણિક કુચ બિહારથી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે. ગુજરાતની અન્ય બેઠકોમાં વિનોદ ચાવડા કચ્છથી, ભરૂચથી મનસુખ વસાવા અને નવસારીથી સી.આર.પાટીલ ચૂંટણી લડશે. છત્તીસગઢમાં સરોજ પાંડેય કોરબા, વિજય બધેલ દુર્ગ, બ્રિજમોહન અગ્રવાલ રાયપુરથી ચૂંટણી લડશે. જમ્મુથી જુગલ કિશોર શર્મા, હજારીબાગથી મનીષ જયસવાલ ચૂંટણી લડશે.

દિલ્હીની 5 બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત

બિજેપીએ દિલ્હીની પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. પક્ષે પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોક, મનોજ તીવારીને ઉત્તર પૂર્વ દિલ્હી, બાંસુરી સ્વરાજને સેન્ટ્રલ દિલ્લી, કમલકિત સહરાવતને પશ્વિમી દિલ્હી અને રામવીર બિધૂડીને દક્ષિણ દિલ્લી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

વિદિશાથી ચૂંટણી લડશે શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિદિશા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુના, ખજુરાહોથી વી.ડી.શર્મા, ભોપાલથી આલોક શર્માને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

રાજસ્થાનના અલવરથી ચૂંટણી લડશે ભૂપેન્દ્ર યાદવ

ભાજપે રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી ફરી એક વખત કેન્દ્રીય મંત્રી અર્જુન મેધવાલ પર ભરોસો વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવથી લોકસભા ચૂંટણી લડશે. પી.પી.ચૌધરી પાલીથી, ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુરથી, કૈલાશ ચૌધરી બાડમેરથી, ઓમ બિરલા કોટાથી, સી.પી. જોશી ચિત્તોડગઢથી અને દુષ્યંત સિંહ ઝાલાવાડથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડશે.

રાજીવ ચંદ્રશેખર તિરૂવનંતપુરમથી ચૂંટણી લડશે

બીજેપીએ કેરળની મલ્લાપુરમ સીટથી ડૉ. અબ્દુલ સલામ, ત્રિશૂરથી સુરેશ ગોપી, તિરૂવનંતપુરમથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપી છે. ભાજપાએ યુપીની 51 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાંથી 47 સીટો પર 2019ના ઉમેદવારોને જ રીપીટ કરવામાં આવ્યા છે. ભાજપે ફક્ત ચાર સીટો પર નવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top