આજથી ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ, નલિયા અને ડીસા સૌથી ઠંડાગાર

આજથી ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ત્રણ દિવસ ઠંડીના જોરમાં આંશિક વધારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની ગતિ વધતા કડકડતી ઠંડી પડશે અને પવનની ગતિ 20થી 30 કિમીની રહે તેવું અનુમાન છે.

ગુરુવારે કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા સૌથી ઠંડાગાર રહ્યું હતું. આ બંને શહેરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટ અને કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું અને અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાન 16થી 18 રહેશે. તો અમરેલીમાં 17.7 ડિગ્રી, વડોદરામાં 18.4 અને ભાવગર-સુરતમાં 19 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું છે.

દેશા પહાડી રાજ્યોમાંમાં વરસેલી હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના કુકુમસેરમાં ઠંડીએ રેકોર્ડ તોડીને તાપમાનનો પારો ગગડીને માઈનસ 14.2 ડિગ્રી પર પહોંચી ગયો છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લીધે છેલ્લા બેદિવસમાં200થી વધુ રોડ રસ્તાઓ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

જે રસ્તાઓને ખોલવા માટે સ્થાનિક પ્રશાસન જીસીબીની મદદ લઈ રહી છે. તો હિમાચલના કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં નોંધાતા નદી, તળાવ સહિત બધા સ્ત્રોતો બરફમાં ફેરવાઈ ગયા છે. કાશ્મીરમાં પણઠંડીની એવી જસ્થિતિ છે. ગુલમર્ગમાં માઈનસ 12 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી પડી રહી છે. તો પગલગામનું તાપમાન માઈનસ 11.9 ડિગ્રી પર પહોંચ્યું છે.

કાશ્મીમાં સંખ્યાબંધ સ્થળોનું તાપમાન માઈનસમાં રહેતા જીનજીવન ઠપ્પ થયું છે. કોકણનાગનું તાપમાન માઈનસ 4.5 ડિગ્રી, શ્રીનગરમાં માઈનસ 5.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. કાશ્મીર ઘાટીમાં અત્યારે ચિલાઈ ખુર્દ યાને સ્મોલ કોલ્ડનો સમય ચાલી રહ્યો હોવાથી 20 દિવસ ઠંડીનું મોજુ યથાવત રહે તેવી શક્યતા છે.

સોનમર્ગમાં શ્રીનગર-લેહ હાઈવે નજીક હિમપ્રપાત થયો હતો. ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફુંકાતા ઘણા રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં કોલ્ડવેવની સીધી અસર મેદાની વિસ્તારોમાં પડી હતી. રાજસ્થાનથી બિહાર સુધી ઠંડા પવનો ફુંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહાડો પર પડી રહેલા બરફ અને ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4 થી 5 દિવસમાં દિલ્હી અને આસપાસના શહેરોમાં વરસાદની સંભાવના છે. વરસાદની સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. આવી સ્થિતિમાં ઠંડી ફરી પાછી ફરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top