કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો રાજ્યની 7 બેઠક પર કોણ ક્યાંથી લડશે?

આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે 43 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં આસામ સહિત ગુજરાતના ઉમેદવારોના નામોનો પણ સમાવેશ થાય છે. જોકે આ યાદીમાં મહારાષ્ટ્રના ઉમેદવારોના નામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની CECની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ તેની પ્રથમ ઉમેદવારોની યાદી 8 માર્ચે જાહેર કરી હતી. આવો જાણીએ બીજી યાદીમાં ગુજરાતના ક્યા નેતા ક્યાંથી ઉમેદવારી કરશે

ગુજરાતના 7 ઉમેદવારના નામ આ બીજી યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે પોરબંદરથી લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. અનંત પટેલને વલસાડથી ઉમેદવાર બનાવાયા છે. આ સિવાય કચ્છથી નિતિશભાઈ લાલન, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિધ્ધાર્થ ચૌધરી અને વલસાડથી અનંતભાઈ પટેલના નામો જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો કોંગ્રેસે મધ્યપ્રદેશની છિંદવાડા સીટ માટે નકુલ નાથને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાનને પણ ચુરુથી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ યાદીમાં 7 જનરલ, 13 OBC, 10 SC, 9 ST અને એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top