Vegetarian Thali

રિપોર્ટ: ફેબ્રુઆરીમાં શાકાહારી થાળીમાં 7% વધારો થયો હતો, ડુંગળીના 29% અને ટામેટાના 38% ભાવ વધ્યા

મુંબઈ: ડુંગળી અને ટામેટાની કિંમતમાં વધારો થતાં ફેબ્રુઆરીમાં શાકાહારી થાળી 7% મોંઘી થઈ ગઈ હતી. જાન્યુઆરીની જેમ જ ચીકનના ભાવમાં ઘટાડો થવાથી માંસાહારી થાળીના ભાવમાં 9%નો ઘટાડો જોવા મળ્યો હતો.

ક્રિસિલના રિપોર્ટ અનુસાર શાકાહારી થાળીનો સરેરાશ ભાવ ફેબ્રુઆરી મહિનામાં 27.5 રૂપિયા પહોંચ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા શાકાહારી થાળીનો સરેરાશ ભાવ 25.60 રૂપિયા હતો. ડુંગળીના ભાવમાં 29% અને ટામેટાના ભાવમાં 38%નો વધારો થયો છે. થાળીની કિંમત ગયા મહિનાની સરખામણીમાં ઘટી છે. માંસાહારી થાળીનો સરેરાશ ભાવ ગત વર્ષે 59.20 હતો, જે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઘટીને સરેરાશ 54 રૂપિયા થઈ ગયો છે. જાન્યુઆરીની સરખામણીમાં માંસાહારી થાળીમાં 2 રૂપિયાનો વધારો થયો છે.

ચિકનનો ભાવ 20% ઘટ્યો
ચીકનનો ભાવ આ વર્ષે 20% ઘટી ગયો છે. માંસાહારી થાળીમાં ચિકાનનો 50% ઉપયોગ થાય છે. આ કારણે જ ચીકનના ભાવ ઘટવાથી માંસાહારી થાળી સસ્તી થઈ છે. આ વર્ષે જાન્યુઆરીની તુલનામાં ચીકનના ભાવમાં 10%નો ઘટાડો થયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top