બોલિવૂડમાંથી આવ્યા સારા સમાચાર, પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બનશે માતા પિતા, 7 મહિના પછી બાળકની થશે ડિલિવરી

જ્યારે દીપિકા બાફ્ટા એવોર્ડ્સ 2024માં સાડીમાં જોવા મળી હતી ત્યારથી તેમની પ્રેગ્નન્સીની ચર્ચા ચાલી રહી હતી. હવે ચાહકો વચ્ચે ચાલી રહેલી ચર્ચાને દિપીકા અને રણવીરે એક ઇન્સ્ટા પોસ્ટ મુકીને સમર્થન આપ્યું છે. દિપીકાએ તેમની ઇન્સ્ટા પોસ્ટમાં આ અટકટનો અંત લાવતા સપ્ટેમ્બર 2024માં તેમના ઘરે બાળકનો જન્મ થશે તેવી જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ આ કપલને અભિનંદન આપી રહ્યા છે.

દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે

છેલ્લા ઘણા દિવસોથી દીપિકાની પ્રેગ્નન્સીની ચર્ચા ચાલી રહી હતી. જ્યારે દીપિકા બાફ્ટા એવોર્ડ્સ 2024માં સાડીમાં જોવા મળી હતી, ત્યારે ચાહકોએ તેના બેબી બમ્પ પર ધ્યાન આપ્યું હતું. અભિનેત્રીએ સબ્યસાચીની સિલ્વર કલરની સાડી પહેરી હતી. જેમાં તે પોતાનો બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી. બાફ્ટા એવોર્ડમાં હાજરી આપ્યા બાદ જ્યારે દીપિકા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી ત્યારે તેનો બેબી બમ્પ પણ ફ્લોન્ટ થયો હતો. હવે દીપિકાએ આ અટકળોને સાચી ગણાવી છે.

સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા

દીપિકાએ પ્રેગ્નન્સી કન્ફર્મેશન પોસ્ટ શેર કરી તેના જવાબમાં મનીષ મલ્હોત્રા, મેધા શંકર, અંગદ બેદી, મિયાંગ ચાંગ, કુબ્બ્રા સૈત, મસાબા ગુપ્તા જેવા ઘણા સ્ટાર્સે કપલને બેમાંથી ત્રણ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. દીપિકા 38 વર્ષની ઉંમરે તેમના પ્રથમ બાળકને જન્મ આપશે. ચાહકો પણ દિપીકાને મધર્સ ક્લબમાં જોડાવાની રાહ જોઈ રહ્યા હતા અને આખરે દીપિકાએ ચાહકોને આજે આ ખુશખબર આપી છે.

આ કપલે 2018માં લગ્ન કર્યા હતા

દીપિકા અને રણવીર બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. બંનેની પરીકથા જેવી પ્રેમકહાની શરૂઆત રામલીલા ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી. તેઓએ 2012માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતુ અને ત્યારબાદ 2018માં ઇટાલીના લેક કોમોમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકાની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ફાઈટર હતી.જેને લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. દિપીકા પાસે હજુ ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં કલ્કિ 2898 એડી, સિંઘમ અગેઇનનો સમાવેશ થાય છે

આ સમાચાર પણ વાંચો : બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યા બાદ શાહરૂખ ખાને આપી ફની સ્પીચ, કહ્યું- ‘મને એવોર્ડ મળ્યાને ઘણા વર્ષો થઈ ગયા…’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top