દીકરી એશા દેઓલના ભરત તખ્તાની સાથેના છૂટાછેડાથી પપ્પા ધર્મેન્દ્ર દુ:ખી, ​​કહ્યું- ‘લગ્ન બચાવી શકાય તો ફરી…’

Dharmendra On Esha Deol Divorce: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલે તાજેતરમાં ભરત તખ્તાની સાથે છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 12 વર્ષના લગ્નજીવન દરમ્યાન ઇશા અને ભરત બે દીકરીઓના માતા-પિતા બન્યા છે. આ યુગલના છુટાછેડાના સમાચાર સાંભળીને તેમના ચાહકોની સાથે ઈશાના પિતા ધર્મેન્દ્ર પણ ખૂબ જ દુઃખી છે અને તેઓ ઈચ્છે છે કે ઈશા તેના નિર્ણય વિશે ફરીથી વિચારે.

દીકરી ઈશાના છૂટાછેડાથી પપ્પા ધર્મેન્દ્ર દુ:ખી છે!

બોલિવૂડ લાઈફના એક અહેવાલ અનુસાર, દેઓલ પરિવારના નજીકના એક સૂત્રએ દાવો કર્યો હતો કે, “કોઈ પણ માતા-પિતા તેમના બાળકોના પરિવારને તૂટતા જોઈને ખુશ થઈ શકતા નથી. ધર્મેન્દ્ર પણ ઇશાના પિતા છે ત્યારે તેમનું દુ:ખ સમજી શકાય તેવું છે. એવું નથી કે તે તેની પુત્રીના અલગ થવાના નિર્ણયની વિરુદ્ધ છે, પરંતુ તે ઈચ્છે છે કે ઇશાએ તેમના આ નિર્ણય અંગે એક વખત ફરીથી વિચાર કરવો જોઇએ.

ઈશા-ભરતે અલગ થવા અંગે ફરીથી વિચારવું જોઈએ

અહેવાલો અનુસાર, ઈશા અને ભરત બંને ધર્મેન્દ્રની ખૂબ નજીક છે. પીઢ અભિનેતા તેમની પુત્રીના નિર્ણયની વિરુદ્ધ ન હોવા છતાં, તેઓ દ્રઢપણે માને છે કે માતા-પિતાના અલગ થવાની અસર બાળકો પર પડે છે. તેથી જ તેઓ ઈચ્છે છે કે ઇશા-ભરત તેમના અલગ થવા વિશે ફરીથી વિચારે. ઇશા અને ભરતને રાધ્યા અને મીરાયા નામની બે દીકરીઓ છે જેઓ દાદી હેમા અને દાદા ધર્મેન્દ્રની ખુબ જ નજીક છે. એવામાં ધર્મેન્દ્ર નથી ઇચ્છતા કે ઇશા-ભરતના નિર્ણયની નકારાત્મક અસર બાળકો ઉપર પડે.

ઇશા દેઓલ અને ભરત તખ્તાની

ઈશા અને ભરતના 2012માં લગ્ન થયા હતા

તમને જણાવી દઈએ કે ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ 2012 માં લગ્ન કર્યા હતા પરંતુ આ મહિનાની શરૂઆતમાં તેઓએ છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 12 વર્ષ સાથે રહ્યા પછી બંનેએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓએ “પરસ્પર અને સૌહાર્દપૂર્ણ રીતે” અલગ થવાનો નિર્ણય લીધો છે. તેઓએ લખ્યું હતું કે, “અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે પરંતુ અમારી પુત્રીઓ અમારી પ્રાથમિકતા રહેશે. અમે ઇચ્છીએ છીએ કે અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે.

હેમા માલિની તેમની પુત્રી ઈશાના નિર્ણયના સમર્થનમાં છે

અગાઉ વહેતા થયેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇશા અને ભરતના છૂટાછેડાથી પરિવારમાં કોઈને આશ્ચર્ય થયું નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચેના સબંધોમાં કડવાશ જોવા મળી રહી હતી. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇશાની માતા અને પીઠ અભિનેત્રી હેમા માલિની તેમની પુત્રીના સમર્થનમાં છે પરંતુ તેઓ આ અંગે કંઇ બોલવા માંગતા નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top