Dog Bao

OMG: લાખોમાં ફોલોઅર્સ અને એ પણ એક શ્વાનના, જીવે છે આલીશાન જીવન

ટોરન્ટો: સોશિયલ મીડિયા રંકને પણ રાજા બનાવવાની તાકાત ધરાવે છે. એવા ઘણા ઉદાહરણો આપણે અવાર નવાર જોતાં હોઈએ છીએ. સોશિયલ મીડિયાથી ન માત્ર માણસોનું જીવન બદલાય છે પરંતુ પ્રાણીઓ પણ ફેમસ થઈ જતાં જોવા મળે છે. અને આવું જ કઈક કેનેડામાં રહેતા બાઓ નામના શ્વાન સાથે થયું છે. આ શ્વાન પોતાના ટેલેન્ટના લીધે નહીં પરંતુ પોતાની આલીશાન લાઈફ સ્ટાઇલના લીધે ફેમસ થઈ ગયો છે.

કેનેડાના ટોરન્ટોમાં રહેતો બાઓ નામનો શ્વાન સોશિયલ મીડિયાના લીધે સ્ટાર બની ગયો છે. બાઓની લાઈફ સ્ટાઈલ, સ્ટાઇલિશ પહેરવેશ અને ફોલોઅર્સ જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય કે કોઈ શ્વાન આટલો પ્રસિદ્ધ કેવી રીતે થઈ શકે.

લાખોમાં ફોલોવર્સ ધરાવે છે બાઓ
ચીનહુઆહુઆ જાતિના ત્રણ વર્ષના બાઓના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 1 લાખ 67 હજાર ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વિડીયો જોઈને બાઓની આલીશાન લાઈફ સ્ટાઈલનો અંદાજ આવી જ જાય છે. બાઓ તેની ઓનર ‘જા થી એનગોક ટ્રેક’ સાથે દુનિયાભરમાં ફરતો રહે છે. તે મેક્સિકોથી લઈને પેરિસ પણ ફર્યો છે. એટલું જ નહીં બાઓનું પોતાનું અલગ જ વોર્ડરોબ છે, જેમાં બાઓના સ્ટાઇલિશ કપડાનો સમાવેશ થાય છે. બાઓ વિવિધ બ્રાન્ડની જાહેરાત પણ કરે છે જેની માટે તેને ભારેભરખમ ફી મળે છે.

કોવિડના સમયમાં લીધો હતો બાઓને દત્તક
જા થી એનગોક ટ્રેક બાઓની ઓનર છે. જે અલગ અલગ રીતે બાઓને સ્ટાઈલ કરે છે અને તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળે છે. જા થી એનગોક ટ્રેકે બાઓને કોવિડના સમયમાં દત્તક લીધો હતો. અને તે બાઓને પોતાના સંતાનની જેમ સાચવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top