જો તમે હેડફોનમાં જોર જોરથી સંગીત સાંભળતા હો તો સાવધાન! આવી ટેવ ધરાવતી મહિલાની હાલત થઇ ગઇ ખરાબ

દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ હેડફોન લગાવીને ગીતો સાંભળવાનું પસંદ કરે છે. ઘણા લોકોને હેડ ફોન અથવા ઇયરફોનની એ હદે આદત હોય છે કે તેઓ તેમના વગર ઘરની બહાર પગ મુકતા નથી. પરંતુ હેડફોનની આ આદત એક દીવસ તેમના માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. એક મહિલા સાથે આવું જ થયું છે.

બે વર્ષથી દરરોજ રાત્રે હેડફોન લગાવીને સુતી હતી

ચીનની એક મહિલાની રોજ રાતે હેડફોનમાં મ્યુઝીક સાંભળવાની આદત હતી. તે મ્યુઝીક ચાલુ કરીને સુઇ જતી હતી અને આખી રાત મ્યુઝીક ચાલુ રહેતું હતુ. શેડોંગમાં રહેતી અને લોકલ કંપનીમાં સેક્રેટરી તરીકે કામ કરતી આ મહિલા બે વર્ષ સુધી તે આવું કરતી રહી. તાજેતરમાં તેને સાંભળવામાં તકલીફ જેવું લાગતા તે તપાસ માટે ડોકટર પાસે ગઇ. જ્યાં ચેક કર્યા બાદ ડોકટરે તેને જે કહ્યું તે સાંભળીને તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. ડોકટરે તેને કહ્યું કે તેને પરમેનન્ટ ન્યૂરોલોજિકલ હીયરીંગ ડેમેજ થઇ ગયું છે. મહિલાએ ડોકટરને કહ્યું કે, જ્યારે તે કોલેજમાં હતી, ત્યારે મને મ્યૂઝિક સાંભળતા સુઇ જવું ગમતું હતુ. અને ત્યારથી તે રાત આખી હેડફોન લગાવીને સુઇ જતી હતી. બાદમાં તેની આ ટેવ આદત બની ગઇ હતી અને છેલ્લા બે વર્ષ કરતાં તે આવું કરતી હતી.

લાંબા સમય સુધી મ્યુઝીકના કારણે કાનને નુકશાન

હોસ્પિટલમાં ઓટોલરીંગોલોજી વિભાગના હેડ લી તાઓએ ચીની અખબારને જણાવ્યું કે વાંગની સાંભળવાની આ તકલીફ એ મ્યુઝીકના કારણે થઇ જે તે રાત આખી સાંભળતી રહેતી હતી. જો કે તે મ્યુઝીકનો અવાજ ઓછો રાખતી હતી છતાં કાનને લાંબા સમય સુધી અવાજ સહન કરવો પડતો હતો જેના કારણે આ પરિસ્થીતીનું નિર્માણ થયું હતુ. જોકે અહીં સારી વાત એ છે કે વાંગને જમણાં કાનમાં સમસ્યા હતી જે હીયરીંગ એડથી ઠીક થઇ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. આ સમસ્યાથી બચવા માટે ડોકટર લોકોને સલાહ આપે છે કે લાંબા સમય સુધી 60 ડેસિબલથી વધારે અવાજ સાંભળવો ઇચ્છનીય નથી. આ સિવાય શક્ય હોય ત્યાં સુધી હેડફોન અને ઇયર ફોનનો વપરાશ ટાળવો ફાયદારૂપ છે.

આ સમાચાર પણ વાંચો : અમદાવાદના નિકોલમાંથી નકલી ENO બનાવતી ફેકટરી ઝડપાઇ, LCB ઝોન-5ની પ્રશંસનીય કામગીરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top