મર્સીડીઝ અને BMW કાર કરતાં પણ કિંમતી છે આ ઘોડો, જુઓ ત્રણ કરોડનો ઘોડાના આ શાનદાર ફોટોઝ

એક કહેવત છે કે શોખની કોઇ કિંમત હોતી નથી. પંજાબના ફરીદકોટમાં ચાલી રહેલા હોર્સ શોને જોઇને આ વાત સાચી લાગે છે. પંજાબમાં રાજાઓ અને બાદશાહોના સમયથી જાતવાન ઘોડાઓ પાળવાની પરંપરા છે, પરંતુ હવે ઘોડા પાળવાનો શોખ સાઈડ બિઝનેસમાં ફેરવાઈ ગયો છે. પંજાબમાં ચાલતા હોર્સ શોમાં લાખોથી લઇને કરોડો સુધીના ઘોડાઓ જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો આ ઘોડાઓને સાઈડ બિઝનેસ તરીકે પણ અપનાવી રહ્યા છે.

ફરીદકોટમાં હોર્સ શોનું આયોજન

પંજાબના ફરીદકોટ જિલ્લામાં 6ઠ્ઠા હોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પંજાબ સિવાય અન્ય રાજ્યોમાંથી નુકરા અને મારવાડી જાતિના 200થી વધુ ઘોડાઓ જોવા મળ્યા છે. અહીં ઘોડાઓ વચ્ચે અનેકવિધ હરીફાઇનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ હોર્સ શોમાં એક ઘોડાની કિંમત 3 લાખ રૂપિયાથી લઈને 3 કરોડ રૂપિયા સુધીની છે. આ મેળામાં કાલકાંતા, બાહુબલી, રૂસ્તમ અને પડલ જેવા પ્રખ્યાત ઘોડાઓ છે, જેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલેલા આ હોર્સ શોમાં વિજેતા ઘોડાઓના માલિકોને કાર અને મોટરસાઈકલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પદમ ઘોડાના માલિક જસપાલ સિંહે જણાવ્યું કે તેમના ઘોડાની કિંમત 3 કરોડ રૂપિયા છે, છતાં તેઓ આ ઘોડો વેચવા માંગતા નથી. આ કિંમતી ઘોડાની ખાસિયત એ છે કે તેના પર એક પણ ડાઘ નથી. પદમ ચાર વર્ષનો છે અને તેની ઊંચાઈ પંજાબના તમામ ઘોડાઓ કરતાં વધુ છે. દર વર્ષે ફરીદકોટમાં રાજ્ય સ્તરના આ હોર્સ શોનું આયોજન કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top