સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમનનું નિધન, ઈન્દિરા સરકારના વિરોધમાં આપ્યું હતું રાજીનામું

Fali S Nariman passes away: વરિષ્ઠ ભારતીય વકીલ ફલી એસ નરીમનનું નિધન થયું હતું. તેમણે બુધવારે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય સામે વરિષ્ઠ વકીલ નરીમને એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

નરીમને 1950માં બોમ્બે હાઈકોર્ટમાંથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1961માં તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે 70 વર્ષ સુધી કાયદાનો અભ્યાસ કર્યો. તેમણે 1972માં સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ પછી તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નરીમનને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે જાન્યુઆરી 1991માં પદ્મ ભૂષણ અને 2007માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ઈન્દિરા સરકારના નિર્ણય વિરુદ્ધ પદ છોડ્યું

નરીમન તેમની લાંબી કાયદાકીય કારકિર્દીમાં ઘણા મોટા અને ઐતિહાસિક કેસોનો ભાગ હતા. કહેવાય છે કે તેઓ 1975માં ઈમરજન્સીના નિર્ણયથી ખુશ ન હતા. લાઈવ લોના અહેવાલ મુજબ, નરીમાને ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફલી એસ નરીમનના પુત્ર રોહિન્ટન નરીમન વરિષ્ઠ વકીલ રહી ચૂક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ છે.

સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ નરીમનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. નરીમનને યાદ કરતાં તેમણે લખ્યું, “નરીમાને કહ્યું હતું કે માનવીય ભૂલો માટે હોર્સ ટ્રેડિંગ શબ્દનો ઉપયોગ કરવો એ ઘોડાઓનું અપમાન છે.” ઘોડાઓ વફાદાર પ્રાણીઓ છે. તે (નરીમાન) ઈતિહાસના ગહન રહસ્યો શોધતા હતા અને બોલતા તેઓ તેને પોતાની બુદ્ધિમત્તાથી અજોડ રીતે જોડતા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top