ભાજપની જાહેરાત: ગોવિંદ ધોળકિયા-જેપી નડ્ડા સહિત આ ચાર લોકો ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે

હાલ સમગ્ર દેશમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોત-પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે ત્યારે આજે રાજ્યસભા માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જે. પી. નડ્ડા, જસવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકિયા અને મયંક નાયકના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, ભાજપના હાલના સાંસદ મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રુપાલાને ફરી ટીકિટ આપવામાં આવી નથી.

ભાજપે જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે.

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે.

મહારાષ્ટ્રમાં ભાજપે રાજ્યસભા માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે અશોક ચવ્હાણને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અશોક ચવ્હાણ અને મેધા કુલકર્ણીને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ છોડ્યાના એક દિવસ પછી ચવ્હાણ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top