પંકજ ઉધાસે ધર્મના બંધનો તોડી એરહોસ્ટેસ ફરીદા સાથે કર્યા લગ્ન, જાણો શું કરે છે તેમની બંને દીકરીઓ?

‘ચિઠ્ઠી આયી હૈ…’, ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા…’ જેવા ગીતોથી લોકોના દિલ પર રાજ કરનાર પંકજ ઉધાસ હવે નથી રહ્યા. 26 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં 72 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના નિધનથી ફેન્સ અને સેલેબ્સ આઘાતમાં છે અને તેઓ પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં પરિવાર સાથે ઊભા છે. પંકજ તેમની પાછળ પત્નિ ફરીદા અને બે દિકરીઓને વિલાપ કરતાં છોડી ગયા છે.

તાજેતરમાં જ થયા હતા મોટી દીકરીના લગ્ન

પંકજ ઉધાસે ફરીદા સાથે લગ્ન કર્યા હતા આ લગ્નથી તેમને નાયાબ અને રીવા નામની બે પુત્રીઓ હતી. બંને પુત્રીઓ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. નાયાબ પોતાનું મ્યુઝિક બેન્ડ ચલાવે છે અને તે ઘણા શોનું પણ આયોજન કરે છે. તાજેતરમાં પંકજ અને ફરીદાએ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઓજસ અઢિયા સાથે નાયાબના લગ્ન કરાવ્યા છે. જ્યારે નાની દીકરી રીવા હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે.

પંકજની લવ સ્ટોરી ખૂબ જ ફિલ્મી છે

પંકજ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતા એ સમયે ફરીદા એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. એક દિવસ પંકજના પાડોશીએ ફરીદા સાથે તેનો પરિચય કરાવ્યો હતો. પંકજને પહેલી જ મુલાકાતમાં ફરીદા સાથે પ્રેમ થઈ ગયો હતો. બાદમાં તેણે ફરીદા સાથે મિત્રતા કરી અને મુલાકાતોનો સિલસિલો શરૂ થયો. એકબીજા સાથે સમય વિતાવતા બંને એકબીજાની નજીક આવ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો કે, તેમના પ્રેમના માર્ગમાં ધર્મની દીવાલ આવી. ફરીદાના પિતા રિટાયર્ડ પોલીસ ઓફિસર હતા, જેના કારણે પંકજ ખૂબ જ ડરી રહ્યા હતા. પરંતુ, પંકજ એક દિવસ હિંમત ભેગી કરીને ફરીદાના ઘરે તેના પિતા સાથે વાત કરવા પહોંચી ગયા. પંકજના શબ્દોએ ફરીદાના પિતાનું દિલ જીતી લીધું અને તેઓ બંનેના લગ્ન માટે સંમત થયા.

આટલી છે પંકજ ઉધાસની નેટવર્થ

પંકજ ઉધાસે તેમના ઘણા આલ્બમ્સ અને ગીતોને કારણે ઘણા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું. છેલ્લે તેમણે ‘રાત ભર તન્હા રહા’ ગીત ગાયું હતું. આ ગીત રાજ બબ્બર અને ઝીનત અમાનની ફિલ્મ ‘દિલ તો દિવાના હૈ’નું હતું. ગઝલ ગાવા ઉપરાંત પંકજની પોતાની યુટ્યુબ ચેનલ પણ હતી જેના પર તેઓ તેમના લાઈવ પરફોર્મન્સ અને ગીતોની ઝલક શેર કરતાં હતો. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેની કુલ સંપત્તિ 24 થી 25 કરોડ રૂપિયાની આસપાસ હશે.

આ સમાચાર પણ વાંચો : જાહ્નવીએ કહ્યું- હવે અમે બંને એકબીજાની સંભાળ રાખીએ છીએ, ક્યારેક માતા તરીકે તો ક્યારેક બાળક તરીકે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top