અંબાણી માટે વધુ એક સારા સમાચાર : દેવામાં ડુબેલા અનિલ અંબાણીને મળશે 4000 કરોડ, જાણો ક્યાંથી આવશે આટલા બધા રૂપિયા

દેવાના ડુંગર તળે ડુબેલા અનિલ અંબાની માટે એક સારા સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના મેટ્રો-1 કોરિડોરમાં અનિલ અંબાનીની 74 ટકા ભાગીદારી ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાનો હિસ્સો છે. MMRDA રિલાયન્સ ઇન્ફ્રાની આ પ્રોજેકટમાં રહેલી હિસ્‍સેદારી 4000 કરોડ રૂપિયામાં ખરીદશે. આ ડીલ થવાની સાથે જ રિલાયન્સ ઇન્ફ્રા આ પ્રોજેકટમાંથી બહાર થઇ જશે.

મુંબઈમાં 337 કિલોમીટર લાંબા મેટ્રો નેટવર્કનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. જેમાં 11.4 કિલોમીટર લાંબા મેટ્રો-1 કોરિડોર વર્સોવા-અંધેરી-ઘાટકોપર વચ્ચે છે. આ એક એવો કોરીડોર છે જેને પબ્લિક – પ્રાઇવેટ એમ બંનેની હિસ્સેદારીથી બનાવવામાં આવી છે. આ ખાસ હેતુ સર મુંબઇ મેટ્રો વન પ્રા. લિમિટેડ (MMOPL)બનાવવામાં આવી હતી. જેમાં MMOPLની ભાગીદારી 26 જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાની ભાગીદારી 74 ટકા હતી.

નિવૃત IASની પેનલે કિંમત આંકી

સોમવારે રાજ્યના કેબિનેટે રિટાયર્ડ IAS અધિકારી અને પૂર્વ મુખ્ય સેક્રેટરી જોની જોસેફના એક રિપોર્ટને મંજૂરી આપી હતી. જેમાં રિલાયન્સ ઇન્ફ્રાની 74 ટકા હિસ્સેદારીની કિંમત 4000 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે MMRD અને રિલાયન્સ ઇન્ફ્રાનો આ સંયુક્ત પ્રોજેક્ટ વિવાદોથી ભરેલો રહ્યો છે. હંમેશા પેસેન્જરોથી મેટ્રો ભરેલી રહેતી હોવા છતાં રિલાયન્સ ઇન્ફ્રાની આગેવાની વાળી MMOPLએ હંમેશા ખોટની જ વાત કરી છે.

આ પ્રોજેક્ટને લઇને સંખ્યાબંધ વિવાદો

એમએમઆરડીએ મેટ્રો પરિસરની સાથે સાથે ટિકીટીંગ અને એમએમઓપીએલની નીતી રીતી પર પણ સવાલો ઉભા કર્યા હતા. આ સિવાય એમએમઓપીએલએ મેટ્રોમાં ભાડુ વધારવાની માગને ફગાવી દીધી હતી. એટલું જ નહીં પ્રોજેક્ટની કિંમત પણ વિવાદીત હતી. જ્યારે MMOPLએ દાવો કર્યો હતો કે આને બનાવવામાં 4,026 કરોડનો ખર્ચ થયો છે. MMRDAએ આ વાતને નકારી કાઢતા પ્રોજેક્ટની કિંમત 2356 કરોડ ગણાવી હતી. ત્યારબાદ આ વિવાદ ખુબ ચગ્યો હતો.

MMOPLએ ખરીદી માટે સરકારને પત્ર લખ્યો હતો

વિવાદ ફક્ત અહીં જ અટક્યો નહીં, બીએમસીએ એમએમઓપીએલને પ્રોપર્ટી ટેક્સની ચુકવણી કરવા માટે કહ્યું હતુ. ત્યારબાદ 2020માં MMOPLએ રાજ્ય સરકાર અને MMRDAને પત્ર લખીને કોરોના દરમ્યાન થયેલી ખોટ પછી તેના હિસ્સાને ખરીદી લેવા કહ્યું હતુ.જ્યારે પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણના જણાવ્યા અનુસાર વિવાદ ફક્ત પ્રોજેક્ટની સંપાદનની કિંમતને લઇને જ હતો.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top